@partho pandya, પાટણ
હારીજ રોડ ઉપર કુરેજા ગામેથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલ હવે હત ભાંગી લોકો માટે ડેથ જોન સાબિત થઈ છે અને કુરેજા ની આ કુખ્યાત કેનાલમાં એક સાથે ત્રણ લાશો મળી આવતા ગમગીની સાથે શોક નું વાતાવરણ સર્જાયું હતું
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ જે કુરેજા નજીકથી પસાર થાય છે તે કેનાલમાં એક યુવક એક યુવતી અને બે વર્ષની બાળકી મૃત હાલત માં મળી આવી હતી અને આ મૃતકોની ઓળખ થતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું હતું અને સાથે રહી જીવવા ના બદલે સાથે રહી મોતને વહાલું કર્યું હતું.
સમગ્ર દુખદ ઘટનાના તાનાબાના અને મળતી માહિતી મુજબ મૃતક હારીજ તાલુકાના ગામના હતા જે મૃતક મહિલાની ઓળખ થતા યુવતી નું નામ હેતલબેન ઠાકોર જેવો ના પાંચ વર્ષ અગાઉ ઉમરી ગામે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયેલ અને લગ્ન જીવનની ગાડી સખે દખે ચાલી રહી હતી પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાના કારણે માથાકૂટ થતી રહેતી હતી અને યુવતી ને સાસરીમાં અને પતિ સાથે રહેવું યોગ્ય નહિ લાગતા તેણે સાત મહિનાથી તેના કાકા ના ઘરે અસલડી રહેતી હતી દરમ્યાન ગામના જ વિજય નામના યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ લોકો સમાજ તેમને એક થઈને જીવવા નહીં દે તેવું લાગતાં પ્રેમ પ્રકરણ અંત એ રીતે આવ્યો કે મહિલા યુવક તો સાથે મરવાના સોગન લઈને કેનાલ માં ઝંપલાવ્યું ને સાથે સાથે બે વર્ષની પુત્રીને પણ કેનાલમાં નાખી એને પણ સાથે લઈ ગયેલ જ્યારે શનિવારે સવારે ત્રણેની લાશ ઓઢણીથી બાંધેલી હાલત માં મળી આવી હતી પોલીસે ત્રણેય મૂત્રકોનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપેલ ઘટનામાં મહિલા ગતરોજ ટિફિન આપવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને સાંજ સુધી ઘરે નહિ આવતા ઘરના સભ્યોને ફાળ પડી હતી અને સોધખોળ ચાલી રહી હતી ત્યારે કેનાલ પાસે ઓળખ પત્ર આધાર કાર્ડ મળી આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને આખરે ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા આ અંગે પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ કરવામાં આવી હતી.
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ
Mahesana/ શાળામાં બકરી ઈદની ઉજવણી, હિંદુ બાળકોએ નમાજ અદા કરી, હિંદુ સંગઠનો અને વાલીઓમાં રોષ
‘બ્લેકવોટર’ : વેગનર ગ્રુપ કરતા પણ વધુ ખતરનાક આર્મી