એક જ આધાર કાર્ડને અનેક સિમ કાર્ડ સાથે લિંક કરવાના કૌભાંડો ચાલી રહ્યા છે. એક કેસમાં, સાયબર ક્રાઈમને જાણવા મળ્યું કે, એક જ આધાર નંબરનો ઉપયોગ કરીને એક વ્યક્તિ પાસે 100-150 મોબાઈલ કનેક્શન છે. છેલ્લા ચાર મહિનામાં, તમિલનાડુની સાયબર ક્રાઈમે છેતરપિંડીની શંકાના આધારે આખા તમિલનાડુમાં 25,135 સિમ કાર્ડ બ્લોક કર્યા છે. વિજયવાડામાં અન્ય એક કિસ્સામાં, એક ફોટો ઓળખ સાથે 658 સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા.
ખામીની ઓળખ થયા બાદ DoT દ્વારા આ મુદ્દો નોંધાયો
ટૂલ કીટમાં ખામીની ઓળખ થયા બાદ DoT દ્વારા આ મુદ્દો નોંધાયો હતો. ASTR સોફ્ટવેર સિમ કાર્ડની છેતરપિંડી શોધી કાઢે છે અને ઓળખના પુરાવા સાથે નંબરોને બ્લોક કરે છે. સોફ્ટવેર તમામ ટેલિકોમ ઓપરેટરો પાસેથી સિમ કાર્ડ ધારકોના તસ્વીર લે છે અને ફિલ્ટર કરે છે. જેમાં એક જ ફોટોમાંથી મોટી સંખ્યામાં સિમ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ રીતે તમે બચી શકો છો
આવી છેતરપિંડીથી બચવા માટે, લોકો DoT દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ દ્વારા તેમના આધાર નંબર સાથે કેટલા ફોન નંબર નોંધાયેલા છે તે ચકાસી શકે છે. ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) પોર્ટલ ટેલિકોમ ગ્રાહકોને તેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબર જોવાની મંજૂરી આપે છે. ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAF-COP) લોન્ચ કરવામાં આવ્યું હતું જે લોકોને તેમના આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે તે તપાસવામાં મદદ કરી શકે છે.