@Paresh Parmar, Amreli
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલીમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ વેન વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે, વેન વિભાગના એક પણ વૃક્ષ ઉછરતા નથી. ભાજપના સાંસદના આ નિવેદનથી કાર્યક્રમમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
અમરેલી ભાજપના સાંસદ નારણ કાછડીયાએ પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે, વનવિભાગના એક પણ વૃક્ષ ઉછરતા નથી. તમારા બીટગાર્ડને સૂચના આપી દેજો ખેડૂતોનું મહેરબાની કરી અપમાન ન કરે.
70 વર્ષના ખેડૂતોને તુકારો કરો ગાળો બોલો કેટલા અંશે વ્યાજબી છે. સદભાવના જેવા ટ્રસ્ટને આ વનીકરણની કામગીરી સોંપી દેવી જોઈએ.
સદભાવના ગ્રુપ વૃક્ષ ભાંગી ગયું હોય તૂટી હોય ગમે તે રીતે ઉભુ કરે છે.
અમરેલી જિલ્લામાં વનવિભાગની કામગીરીને લઈ સાંસદએ જાહેર કાર્યક્રમમાં નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો.