મોહસીન દાલ ગોધરા
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ એફ.વાય. બી.એસ.સી. અને એફ.વાય. બી.એ.ના વિદ્યાર્થીઓનું એનએસએસના વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી અને સ્વાગત કર્યુ હતું. એન.એસ.એસ.માં બે વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી મળતા પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષમાં આયોજિત વોટીંગ અવેરનેશ સ્પર્ધા અને શિક્ષક દિન નિમિત્તે આયોજિત સ્પર્ધાના વિનર્સને સર્ટિફિકેટ અને મોમેન્ટો પણ અર્પણ કરાયા હતા. મુખ્ય અતિથિ તરીકે ઇકોનોમિક્સ વિભાગના ડો.જી.વી. જોગરાણા, અતિથિ વિશેષ તરીકે સંસ્કૃત વિભાગના ડો.રાજેશ વ્યાસ, હોમ સાયન્સ વિભાગના ડો.પિનલ જાદવ સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકર તેમજ હંસાબેન ચૌહાણ એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. ઉદ્દબોધનમાં ડો.રૂપેશ નાકરે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ એન.એસ.એસ.માં જોડાઈ છે તે અભ્યાસમાં પણ એટલા જ મહેનતુ હોય છે. એન.એસ.એસ. જેવી પ્રવૃત્તિથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. ડો.જી.વી. જોગરાણા એ ખાસ વિદ્યાર્થીઓને પોતાના અનુભવો દ્વારા સમજાવ્યું હતું કે સ્વની ભાવનામાંથી સમાજની ભાવના તરફ જઈશું તો જ સમાજનો વિકાસ થશે. ડો.આર.સી.વ્યાસે વિદ્યાર્થીઓને સુંદર ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. કેમ્પસ એમ્બેસેડર રોશન પરમાર તેમજ રુચિતા કોન્ટ્રાક્ટરે મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અઢીસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અંતે સ્પોર્ટ્સ ઇન્ચાર્જ અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર હંસાબેન ચૌહાણ એ સૌની આભાર વિધિ કરી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU