- ગૌચર માફિયા એ ગૌચર માં તળાવ બનાવી સિંચાઈ કરતા ગ્રામજનો લાલઘૂમ.
- ગૌચર માફિયા વિરુદ્ધ ગ્રામજનોએ લૅન્ડગ્રેબિંગ દાખલ કરવા કરી રજુઆત.
પાટણના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે આવેલ ગૌચર ની જમીન પર બહારથી આવી માથાભારે ઇસમે કબજો કરી તેમાં પોતાના ફાર્મ હાઉસમાં સિંચાઇ કરવા માટે ગૌચરની જમીનમાં તળાવ બનાવી ને સિંચાઈ કરવામાં આવતાં ધાણોધરડાના જાગ્રુત લોકોએ લૅન્ડગ્રેબિંગ દાખલ કરવા માટે રજુઆત કરી છે,
ગ્રામજનોએ તેમજ રજૂઆત કર્તાઓએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધાણોધરડા ગામની હાઈવે રોડને અડીને આવેલી ગૌચર ની જમીન જેનો સર્વે નં.813 વાળી જમીનમાં મોઢેરા વાળા વિનોદકુમાર ઉર્ફે (સ્વામી) લાલજીભાઈ પટેલ એ પોતાના ફાર્મ હાઉસમાં સિંચાઈ હેતુ ગૌચર કબજે કરી તેમાં તળાવ બનાવી સિંચાઈ કરતા હોવાથી ગામના જાગૃત લોકોએ ગૌચર ની જમીન પચાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લૅન્ડગ્રેબિંગ દાખલ કરવા તેમજ ગૌચર ની જમીન ગ્રામપંચાયત ને સુપરત કરવા રજુઆત કરી હતી.
જો કે ગૌચર માફીયા વિનોદકુમાર ઉર્ફે સ્વામી ગૌચર છોડવા ના માંગતા હોઈ અને તેઓ રાજકીય પીઠબળ ધરાવતા હોઈ રજૂઆત કરનાર ગામના જાગૃત લોકોને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી રહ્યા છે, તેવું પણ રજુઆત કરનારે મીડિયા ને જણાવ્યું હતું.