- જેણે ટાઈટેનિકનો ભંગાર જોવા સબમરીન મોકલી હતી, હવે એ જ કંપની શુક્ર પર બનાવશે માનવ વસાહત
અત્યાર સુધી ચંદ્ર અને મંગળની યાત્રાના સમાચાર આવતા રહ્યા છે. હવે શુક્ર ગ્રહની યાત્રાની ચર્ચા છે. Oceangate કંપની કે જે તાઈતેનીકનો કાટમાળ જોવા માટે સબમરીનમાં યાત્રા કરાવતી હતી, તેના જ કો-ફાઉન્ડર ગિલર્મો સોનલિને આની જાહેરાત કરી છે. ગિલર્મોનો ઇરાદો વર્ષ 2050 સુધીમાં એક હજાર માનવોને શુક્રની યાત્રા પર મોકલવાનો છે. આ માટે તે શુક્ર ગ્રહ પર તરતી કોલોની સ્થાપવાની તૈયારી કરી રહ્યાં છે. શુક્રને ઘણીવાર પૃથ્વીનો સિસ્ટર પ્લાનેટ પણ કહેવામાં આવે છે. Oceangate વિશ્વની એકમાત્ર કંપની છે જે ટાઇટેનિક જહાજના ભંગારનો પ્રવાસ કરતી હતી. આવા જ એક મિશન પર ગયેલી કંપનીની ટાઈટન સબમરીન 18 જૂને ગુમ થઈ ગઈ હતી. બાદમાં 22 જૂને તેનો કાટમાળ મળી આવ્યો હતો અને તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.
કેવી રીતે સ્પષ્ટ નથી
ઈનસાઈડર સાથે વાત કરતા, ગિલર્મોએ કહ્યું કે મંગળ પર લોકોને મોકલવા કરતાં શુક્રને વસાહત બનાવવું સરળ છે. તેમણે Oceangate પરની સુરક્ષા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને બાજુએ રાખ્યા હતા. ગિલર્મોએ એક સંશોધનના આધારે શુક્ર પર મનુષ્યો માટે રહેવાની યોજના બનાવી છે. સપાટીથી લગભગ 30 માઈલ ઉપર શુક્રના વાતાવરણનો એક ટુકડો છે જ્યાં માનવી સૈદ્ધાંતિક રીતે જીવી શકે છે. કારણ, અહીં તાપમાન ઓછું છે અને દબાણ ઓછું તીવ્ર છે. Oceangateના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે ફ્લોટિંગ કોલોનીમાં 1,000 લોકોની ક્ષમતા હશે. જોકે તે સ્પષ્ટ ન હતું કે આ કેવી રીતે થશે.
આવી છે યોજના
જ્યારે ગિલર્મોને પૂછવામાં આવ્યું કે આ ગરમ ગ્રહ પર લોકો કેવી રીતે જીવશે, તો તેમણે કહ્યું કે નાસાના જણાવ્યા અનુસાર, શુક્ર પર ઘણું કાર્બન ડાયોક્સાઇડ સાથે ગાઢ, ઝેરી વાતાવરણ છે. તે હંમેશા સલ્ફ્યુરિક એસિડથી બનેલા જાડા, પીળા વાદળોમાં ઢંકાયેલું રહે છે. આ વાદળો ગરમીને ખેંચી લે છે. ગ્રીનહાઉસ અસર બનાવે છે. બુધ સૂર્યની નજીક હોવા છતાં, શુક્ર વાસ્તવમાં આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. ત્યાં સપાટીનું તાપમાન 900 °F (475 °C) સુધી પહોંચી શકે છે, જે સીસાને ઓગળી શકે તેટલું ગરમ છે. આના માટે, ગિલર્મોએ કહ્યું, જો વાદળોમાં સલ્ફ્યુરિક એસિડનો સામનો કરવા માટે સ્પેસ સ્ટેશનની રચના કરવામાં આવે તો શુક્રના વાતાવરણમાં સેંકડોથી હજારો લોકો એક દિવસ જીવી શકે છે.