@MOHSIN DAL, GODHARA
ગોધરા શહેરના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાસે આજે વહેલી સવારે નગર પાલિકાની બેદરકારીના લીધે એક ફોર વ્હીલ ગાડીમાં સવાર ચારથી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારણ કે ગોધરા નગર પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન માટે ખાડાઓ ખોદીને તેની કામગીરી કરી રહ્યા છે. પરંતુ નગર પાલિકાની કામગીરી મંથનગતિએ ચાલતી હોવાના કારણે તેનો ભોગ રાહદારી અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિક દુકાનદારો સહિત વાહન ચાલકોમાં નગર પાલિકાની કામગીરી સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
આજે વહેલી સવારે ગોધરા શહેરના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તાની સાઈડમાં અચાનક ગાડીનો આગળનો ભાગ ખાડામાં પટકાતા ગાડી પલ્ટી ખાતા રહી ગઈ હતી.જેના કારણે અંદર સવાર ચારથી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ગાડી ખાડામાં ફસાઈ જતા આજુબાજુના દુકાનદારો સહીત શાકભાજીના પથારા વાળાઓ દોડી આવીને તાબડતોડ ગાડીને ખાડામાંથી બહાર કાઢવાની કોશિશ કરી હતી.
ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો કહી રહ્યા હતા કે આવીતો દરરોજ અકસ્માતની ઘટના બનતી હોય છે. પરંતુ નગર પાલિકાને કઈ પડેલી નથી.જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે નગર પાલિકામાં બેઠેલા સત્તાધીશોની આંખો ઉઘડશે. ગોધરા નગર પાલિકા તંત્ર પડેલા ખાડામાં પાઇપલાઇન નાખીને શિફ્ટિંગની કામગીરી કરવામાં આવે તે માટે સ્થાનિક દુકાનદારો સહિત રાહદારીઓની માંગ ઉઠવા પામી છે. ત્યારે પેટ્રોલ પંપના માલીક નીતિન શાહે આક્ષેપ સાથે કહી રહ્યા છે કે વારંવાર નગર પાલિકા તંત્રને જાણ કરવા છતાં પણ સાફ- સફાઈથી લઈને ખાડાઓ પૂરવા સુધીની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્યારે નગર પાલિકા તંત્ર દ્વારા શહેરા ભાગોળ વિસ્તારમાં પડેલા ખાડામાં પાઇપલાઇન નાખે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.!!
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8