BJP Manifesto: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહ્યો છે. ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે. આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે. જોકે લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર (Sankalp Patra) જાહેર કરવામાં આવ્યો.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा का चुनावी घोषणा पत्र ‘संकल्प पत्र’ जारी होने पर कहा, “जिनको किसी ने नहीं पूछा, उनको मोदी पूजता है। यही सबका साथ, सबका विकास का भाव है और यही भाजपा के संकल्प पत्र की आत्मा है… भाजपा ने ट्रांसजेंडर साथियों को भी अब आयुष्मान भारत… pic.twitter.com/x17LLgO9Lj
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
સંકલ્પ પત્રની થીમ શું છે?
ભાજપે જાહેર કરેલા આ સંકલ્પ પત્રની થીમ લાઈન છે ‘મોદીની ગેરન્ટી છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની’. ભાજપ દરેક ક્ષણે દેશ માટે 24×7 for 2047′.
જનસંઘકાળથી ભાજપ એક વિચારધારા આધારિત પાર્ટી છેઃ જેપી નડ્ડા
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે સંબોધનમાં કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે સંકલ્પ પત્ર આજે બહાર પાડવામાં આવી રહ્યું. પરંતુ આપણે સૌએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ શરૂઆતથી જનસંઘકાળથી એક વિચારધારા આધારિત પક્ષ હોવાને કારણે આપણે બધા એ વિચારોને સતત આગળ લઈ જઈને વૈચારિક સ્થાપનાની યાત્રામાં સામેલ છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે બધાએ એક જ વૈચારિક યાત્રાને આગળ વધારવાનું કામ કર્યું છે.
રાજનાથ સિંહે કહ્યું – જે વાયદા કર્યા તે પૂરાં કર્યા
ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહે કહ્યું કે મને એ વાતની ખુશી અને સંતોષ છે કે મોદીના નેતૃત્વમાં અમે દેશવાસીઓને કરેલા દરેક વાયદા પૂરાં કર્યા. ભલે પછી તે 2014નું સંકલ્પ પત્ર હોય કે 2019નો ચૂંટણી ઢંઢેરો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે અમે 2014ની ચૂંટણી લડી હતી તે સમયે હું પાર્ટીનો અધ્યક્ષ હતો. ડૉ. મુરલી મનોહર જોશી પણ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ હતા. ત્યારે મોદીના આગ્રહને ધ્યાનમાં રાખીને જ પાર્ટીએ જે સંકલ્પ પત્ર તૈયાર કર્યો હતો તેમાં એ વાતને ધ્યાને રખાઈ હતી કે જે પણ વાયદા કરીશું તે પૂરાં કરીશું.
- મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ
- રોજગાર ગેરંટી
- 2036માં ઓલિમ્પિક્સનું આયોજન
- 3 કરોડ લાખપતિ દીદી
- મહિલા અનામત લાગુ કરવામાં આવશે
- કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે
- માછીમારો માટે યોજના
- દરેક ક્ષેત્રમાં ઓબીસી-એસસી-એસટીનું સન્માન
- અયોધ્યાનો વધુ વિકાસ કરશે
- સમગ્ર વિશ્વમાં રામાયણ ઉત્સવ ઉજવાશે
- ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે
- ભારતીય ન્યાયિક સંહિતા લાગુ થશે
- વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવામાં આવશે