Rangilu Gujarat : 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં Rangilu Gujarat ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. લંડનના રેડ લોટસ ઇવેન્ટ આયોજિત અને ઇન્ડિયા પાર્ટનર વાઇજ મંકી કોન્સેપટ દ્વારા ફેસ્ટિવલ યોજાશે. ગાયકો,સાહીત્યકારો, કવિઓ,ડાન્સ કલાકારો,સીદી ધમાલના કલાકારો પરફોર્મન્સ કરશે,ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગુજરાતી food stol ઉભા કરવામાં આવશે,જ્યાં ગુજરાતીઓ પોતાના ભોજન જ્યાંફ્ત ઉડાવશે,બાંધણી ,અજરખ, ભરત,રોગાનના કારીગરોની હાજરી હશે,વિદેશની ધરતી પર ગુજરાતીઓ પોતાનું પર્ફોમન્સ કરી શકે તે માટે આયોજન કરાયું છે.
ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી શકશે, આ ફેસ્ટિવલમાં ગુજરાતીઓ સાથે વિદેશીઓની પણ હાજરી હશે,આજના સમયમાં ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું આયોજન છે.આ કાર્યક્રમને સફળ બનાવવા વિદેશમાં રહેતા ગુજરાતી ટિમ જહેમત ઉઠાવી રહી છે. મૂળ કચ્છની ગાયક પ્રીતિ વરસાણી, અને કથક કલાકાર મીરા સલાટ વર્ષોથી વિદેશની ધરતી પર રહીને કાર્યને સફળ બનાવી રહી છે.
@રિપોર્ટ.કે.એચ.પબ્લિસિટી. ક્ચ્છ