@મનોજસિંહ બી ઠાકોર ખેરાલુ
રૂપેણ મુક્તિધામ સેવા યોજનાના લાભાર્થે આગામી પવિત્ર અધિક માસમાં અધિક શ્રાવણ સુદ -2 થી અધિક શ્રાવણ સુદ -7 સુધી તા.19-7-2023 થી તા.25-7-2023 સુધી ભાગવત સપ્તાહનું આયોજન અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ – રામરોટીમાં કરવામાં આવેલ છે . આ ભાગવત સપ્તાહ આયોજન સમિતિ ના અધ્યક્ષ તરીકે ડો.હર્ષદભાઈ વૈદ્યની વરણી કરવામાં આવી છે.
વ્યાસ પીઠ ઉપર શ્રી કિરીટભાઈ શાસ્ત્રી (પિલવાઈ) વક્તા તરીકે બિરાજશે.
આ કથામાં મુખ્ય યજમાન તરીકે રૂ.151000-00
સહ યજમાન તરીકે રૂ.51000-00 અને
દૈનિક યજમાનના દાતા 21000-00 રાખેલ છે.
આ ઉપરાંત કથા મંડપના દાતા 71000-00 સાઉન્ડ ના દાતા 51000-00
ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ના દાતા રૂ.25000-00
પીવાના પાણીના દાતા 11000-00 ફુલહારના અને પૂજાપાના દાતા 5001-00 પણ આ સપ્તાહમાં આવકાર્ય છે. આ ભાગવત સપ્તાહના આયોજનમાં જે રકમ આપશો તે ઇન્કમટેક્ષના કાયદા 80G હેઠળ કરમુક્ત છે. જેનો લાભ લઇ શકો છો.આ માટે આપ નીચેના પૈકી કોઈનો પણ સંપર્ક કરી શકો છો.
રૂપેણ મુક્તિધામ સેવા યોજના વ્યવસ્થાપક કમિટીના અધ્યક્ષ
શ્રી ધર્મેન્દ્ર ભાઈ બારોટ m.no. 9638377100
ઉપ-પ્રમુખ શ્રી નાથુભાઈ સોની
m.no. 98982 71268 અને વ્યવસ્થાપક કમિટીના મંત્રી શ્રી જસ્મીનભાઈ દેવી m no 9426398714 નો સંપર્ક કરવો.
સપ્તાહના આયોજન માટેનું સમગ્ર આયોજન રૂપેણ મુક્તિધામ સેવા યોજનાના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પોપટભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે જેમાં નગરજનોની મિટિંગ તા. 6 જૂનના રોજ રાખવામાં આવી હતી. જેમાં વિવિધ જ્ઞાતિજૂથોના 25 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા અને સપ્તાહના આયોજન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ ભાગવત સપ્તાહનો અલોકીક આનંદ લેવા ખેરાલુ નગરની અને તાલુકાની જનતાને લાભ લેવા વિનંતી છે.
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?