◆મોટી સંખ્યામાં અધ્યાપકો અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ જોડાયા
@mohsin dal, godhara
શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ થતા લો કોલેજ ગોધરાના સયુંકત ઉપક્રમે સૂર્યનમસ્કાર, યોગ દિવસ પૂર્વે યોગના(yoga) સેશન આયોજિત કરાયા હતા. સરકારનાં પરિપત્ર મુજબ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ટેકનિકલ શિક્ષણ કચેરી ગાંધીનગર અનુરૂપ આદેશ અનુસાર, વિદ્યાર્થીઓનું જીવન તંદુરસ્ત બને અને યોગ ને જન જન સુધી પહોચાડવાનાં શુભ હેતુથી યોગ સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૧ જૂનના દિવસે સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં યોગ ની ઉજવણી કરવામાં આવશે તો તેના ભાગ સ્વરૂપે કોલેજ કક્ષાએ ચાલતા એન એસ એસ માધ્યમ થી યોગ સત્ર યોજાયું.જેમાં ૨૧ જૂનના દિવસે કઈ રીતે ક્યા પ્રકારે જવાબદારી કાર્યરત રહે તેના વિશે બતાવવામાં આવ્યું. ઉપરાંત સવાર નાં સમયે એન.એસ.એસ.નાં સ્વયં સેવકો જોડાયા હતા સાથે વિશેષ માર્ગદર્શનમાં શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના આચાર્ય ડૉ.એમ.બી.પટેલ તથા લો કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ.અપૂર્વ પાઠક તથાં સમગ્ર કાર્યક્રમ આયોજન માટે એન.એસ.એસ. સાયન્સ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રૂપેશ નાકર, આર્ટ્સ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર હંસા ચોહાણ તથા લો કોલેજ ગોધરા વુમન એમ્પાવર્મેન્ટના કો. ડૉ.કૃપા જયસ્વાલે જહેમત ઉઠાવી હતી છે. આ કાર્યક્રમમાં યોગકોચ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ પદ્માબેન ઉપરાંત કૈલાસબેન એ સેવા આપી હતી. સત્ર ખૂબ જ સારી અને સફળ રીતે સમાપ્ત થયું હતું. અંતે અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.
ચૂંટણીનો(election ) ઘોંઘાટ આપણા રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયો છે: ‘એક દેશ, એક ચૂંટણી’ ક્યારે ?
માલપુર/ સગીરાને માતા બનાવી બાળકીને તરછોડવા મજબુર કરાવનાર પ્રેમી હવે ખાશે જેલની હવા