@MOHSIN DAL, GODHARA
PANCHMAHAL જિલ્લાના મુખ્ય મથક ગોધરા ન.પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે ગરીબ સફાઈ કામદારો અને પેન્શનરોને નાણાં ચૂકવવા માટે પાલિકા પાસે નાણાં નથી લાઈટ બીલ અને વીજ બીલના ચૂકવણાઓ કરવા માટે એક સાંધે અને તેર તૂટે જેવી ગોધરા ન.પાલિકામાં શાસકો કરતા વહીવટદારો વધારે જેવા વહીવટના ભોગે ગોધરા ન.પાલિકાનો બાકી વેરો વસુલાતો માટે નો વહીવટ સદંતર ખાડે ગયો હોય એમ વેરામાં ૧૦ ટકાનો વધારો કરીને આર્થિક સધ્ધરતાઓ ઉભી કરવાના આ હવા હવાઈ જેવા વહીવટમાં ગોધરા ન.પાલિકામાં પાછલા સમયથી લઈને અત્યાર સુધી અંદાઝે ₹ ૨૫ કરોડ ના માતબર જેવા વેરાની વસુલાત માટે પાલિકા સત્તાધીશો પાસે આયોજનનો અભાવ છે કે પછી વહીવટી આળસો છે.!!
GODHARA ન.પાલિકાના કર્મીઓ સહિતનો પગાર તેમજ અન્ય ખર્ચ વેરા વસુલાતમાં આવતી રકમથી થતો હોય છે. ગોધરા ન. પાલીકાએ ચાલુ વર્ષે વેરામાં ૧૦ ટકાનો વધારો કરીને માર્ચ માસમાં શહેરની ૪૮ હજાર મિલ્કતોને રૂા.૧૧,૫૪,૬૭,૬૫૭ ના વેરા ની પાવતીપ આપી હતી. ચાલુ વર્ષે ન.પાલીકાના રૂા.૧૧.૫૪ કરોડના બાકી વેરાની વસુલાતની ઢીલી નીતિના કારણે છેલ્લા ૩ માસમાં ફક્ત ચાલુ વર્ષના બાકી વેરામાં રૂા.૨૧,૦૯,૧૧૫ એટલે કે ૧.૮૩ ટકાની વસુલાત કરવામાં આવી છે. આમ જોવા જઇએવતો ગોધરા ન.પાલિકાને પાછલા અને ચાલુ વર્ષના મળીને કુલ રૂા.૨૫.૪૪ કરોડની વેરા વસુલાત ઉધરાવવાના બાકી છે. જેમાંથી ૨.૨૪ ટકાની વસુલાત ચાલુ વર્ષે થઈ છે. ન.પાલિકા વેરા વસુલાતની કાર્યવાહી કરવાના બદલે ગ્રાન્ટ પર વધારે રસ દાખવતાં વેરા વસુલાતની કાર્યવાહી ના કરતાં હાલ સફાઇ કર્મીઓ સહીત અનેક કર્મચારીઓના પગાર છેલ્લા ૩ માસથી ચુકવી શકી નથી. ન.પાલિકાની દર વર્ષ ૧૦ કરોડની સરેરાશ વેરાની વસુલાત થાય છે. જેની સામે પગાર સહિતના ખર્ચ ૧૭ થી ૧૮ કરોડ જેટલા થતો હોવાથી આર્થિક સંકડામણ અનુભવે છે. વેરા વસુલાતની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક સભ્યોની ભલામણો આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે ન.પાલિકાની સ્થિતિ આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપિયા જેવી થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગોધરા ન.પાલિકાની હાલમાં હાલત આર્થિક રીતે કંગાળ છે. ત્યારે વેરા વસુલાતની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં પાલીકા તંત્ર ઉદાસીન કેમ છે.?!!