- સંગઠન સાથેની બેઠકમાં આ મુદ્દે ચર્ચાઓ કરવાના બદલે અચાનક ખેલાયેલ રાજનીતિમાં…
- પંચમહાલ જિલ્લા પંચાયતની યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીએ વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવણીમાં સદસ્યોને અન્યાય કર્યો હોવાના વોકઆઉટનો હોબાળો.!!
@મોહસીન દાલ, ગોધરા
પંચમહાલ જિલ્લા પંચાયતની યોજાયેલ સામાન્ય સભામાં સંપૂર્ણ ભાજપ શાસિત જિલ્લા પંચાયતના ભાજપના કેટલાક સદસ્યો દ્વારા જિલ્લા પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી સામે વિકાસના કામોની નાણાંકીય ગ્રાન્ટ ફાળવણીઓમાં સાદસ્યોને અન્યાય થયો હોવાના મુદ્દે હોબાળા સાથે વોક આઉટ કર્યા બાદ એક જ પરીવારના સભ્યો હોવાના ઢાંક પિછોડા જેવા સર્જાયેલા રાજકીય હાઈ વોલ્ટેજ જેવા ડ્રામાના પગલે પંચમહાલ જિલ્લા ભા.જ.પ.સંગઠનના હોદ્દેદારોમાં પણ પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચે એવા કરાયેલા પ્રયાસોની અંદરખાને ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું કહેવાય છે.
પંચમહાલ જિલ્લા પંચાયતની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી વસ્તી આધારીત વિકાસના કામો માટે નાણાંકીય ગ્રાન્ટ ફાળવણીઓમાં દરેક સદસ્યોને ₹ ૧૫ લાખના કામો ફાળવીને અન્યાય કર્યો હોવાના કેટલાક સદસ્યોએ અસંતોષનો હોબાળો ઉભો કરીને સામાન્ય સભા માંથી વોક આઉટ કર્યો હતો.
જો કે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયાએ દરમિયાનગીરી કરીને સાભાખંડની બહાર નીકળેલા સદસ્યોને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. અને બંધ બારણે શરૂ થયેલ વાટાઘાટોના અંતે જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહે સમગ્ર ઘટનાક્રમ ઉપર ઢાંક પિછોડો કરીને આજે ગુરુપૂર્ણિમાનો શુભ દિવસ હતો એટલે જિલ્લા વિકાસ અધિકારીને મળવા માટે સૌ કોઈ સદસ્યો ગયા હતા. અને ગ્રાંન્ટ ફાળવણીમાં કોઈ સદસ્યોને મન દુઃખ નથી અને જિલ્લાનો સમતોલ વિકાસ થાય આ માટે પ્રયત્નશીલ હોવાના ઉચ્ચારણો કર્યા હતા.!!
ગોધરા/ બે સંતાનની માતાને શંકાશીલ પતિએ આડા સંબંધની શંકાએ ઉતારી મોતને ઘાટ