પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વંદેલી ગ્રામ પંચાયત હસ્તક કરવામાં આવેલા વિકાસ કાર્યોની તપાસમાં પોલીસ ફરીયાદ ન કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું.!!
મોહસીન દાલ ગોધરા
પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને. આવેદનપત્ર આપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકારી દ્વારા કરવામાં આવતા મનસ્વી વલણથી પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રીઓના માનસપટ ઉપર ફરજ પ્રત્યે ઉદાસીનતા તેમજ માનસિક ઘેરા પ્રત્યાઘાત પડેલા છે. લોકશાહીમાં આવી ગંભીર ફરીયાદ પહેલા એક થી બેવાર કુદરતી ન્યાયનાં સિધ્ધાંત મુજબ સાંભળવાની અને તપાસની તક આપવામાં આવે તેવી અમારી તલાટીઓની માંગ છે.
પંચમહાલ જિલ્લા કલેક્ટર અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપતા તલાટીઓ એ જણાવ્યું હતું કે, મોરવા હડફ તાલુકાના વંદેલી ગામે છેલ્લા એક વર્ષથી પંચાયતના વિવિધ વિકાસના કામોની અરજદાર દ્વારા ૬૩ જેટલા વિકાસ કામોની તપાસ ડેપ્યુટી ડી.ડી.ઓ.એ સ્થળ તપાસ કરી સરપંચ તેમજ ત.ક.મંત્રીઓએ સ્થળ ઉપરના કામો બતાવ્યા હતા તે બરાબર છે. તેવુ ડેપ્યુટી ડી.ડી.ઓ. એ જણાવ્યા બાદ અચાનક કોઈ રજૂઆત સિવાય ડેપ્યુટી ડી.ડી.ઓ. દ્વારા સતત ત્રણ દિવસ સુધી સવાર થી રાત્રિના સમયગાળા સુધીમાં ગામના સરપંચ, અ.મ.ઇ.કે ત.ક.મંત્રી સિવાય મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તપાસ કરી તપાસ અહેવાલમાં ૪૦ કામોમાં ગેરરીતિ આચરેલ છે તેવો અહેવાલ તૈયાર કરી ફરીયાદ દાખલ કરવાની પેરવીમાં છે. ત્યારે કલેક્ટર કક્ષાએ થી ફરીથી વિભાગ વાઇસ કામોની તાત્કાલિક પુનઃ તપાસ કરાવવામાં આવે તેવી માંગ અમે પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ કરીએ છીએ અને એમાં ગેરરીતિ માલુમ પડે તો અમે જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ અને એમાં કાયદેસર કરવામાં આવે તે અમને મંજૂર છે.
કેટલાક તલાટી કમ મંત્રીઓ, અ.મ.ઇ. જેવા સરકારી કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ભૂલ સિવાય કાર્યવાહીનો ભોગ બને તે વ્યાજબી નથી. તેમજ એક વર્ષ અગાઉ પણ ગ્રામ પંચાયત ચાંપાનેર, તા.હાલોલ ના તત્કાલીન તલાટી કમ મંત્રીને મનસ્વી રીતે ફરજ મોકૂફ કરેલા છે તથા ગ્રામ પંચાયત નદીસર, તા.ગોધરામાં પણ ૧૧ જેટલા કર્મચારીઓ માં તે સમયના ચાર તલાટી કમ મંત્રીઓ ઉપર કોઈપણ પ્રકારની પ્રાથમિક કે ખાતાકીય તપાસ વગર સીધી જ એફ.આઇ.આર. કરવામાં આવી છે.
ત્યારે આટલેથી નહિ અટકતા ઘોઘંબા તાલુકા પંચાયતનાં પાલ્લા, માલું અને જોરાપુરામાં પણ કુલ ૯ તત્કાલીન તલાટી કમ મંત્રીઓ ઉપર કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર સીધી જ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને જાણવા મળ્યા મુજબ આગામી દિવસોમાં વધુ બે થી ત્રણ પંચાયતમાં અધિકારી દ્વારા તપાસ ઊભી કરી ફરીયાદ દાખલ કરવાની પેરવીમાં છે. જિલ્લા માંથી તલાટી કમ મંત્રીઓની રજુઆત સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા.