પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 24 સપ્ટેમ્બરે ઉદયપુરના ધ લીલા પેલેસમાં થયા હતા. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન, પરીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નનો એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે.
પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો એક ખૂબ જ ખાસ વીડિયો શેર કર્યો છે.
આ વિડિયોમાં પરિણીતી ચોપરાએ તેના ડ્રીમ મેરેજની એક નાની ઝલક બતાવી છે. આ વીડિયો શેર કરતી વખતે પરિણીતીએ લખ્યું કે- ‘મારા પતિ માટે… મેં ગાયેલું સૌથી ખાસ ગીત… તુમ્હારી ઓરે ચલના, બારાત સે છિપના, મેં ભી ક્યા કહૂં..ઓહ પિયા, ચલે આ ચલે આ…’
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, જ્યારે રાઘવ પરિણીતીને જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરિણીતી સંતાઈ જાય છે. વીડિયો જોઇને લાગે છે કે, અભિનેત્રીએ તેના ખાસ દિવસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી.
વીડિયોમાં પરિણીતીના માતા-પિતાની એક ઝલક પણ જોઈ શકાય છે. જે પોતાની દીકરીને દુલ્હનના રુપમાં જોઇને ખુશ અને ઈમોશનલ પણ થઈ રહ્યા હતા. આ દરમિયાન રાઘવ તેની દુલ્હનને જોઈને ખૂબ જ ખુશ દેખાયા. તેણે પરી તરફ ઈશારો કરીને કહ્યું કે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે. રાઘવ સાથે સાત જન્મો સુધી બંધનમાં રહેવાની ખુશી પરિણીતીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
લગ્નમાં પરી સાથે રાઘવના માતા-પિતાની ખુશી પણ જોવા જેવી હતી. જેઓ સ્ટેજ પર રાઘવ અને પરી માટે તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
To my husband .. pic.twitter.com/7C7nHJ7L1R
— Parineeti Chopra (@ParineetiChopra) September 29, 2023
આ વીડિયો પહેલા પરિણીતીએ તેના લગ્નની કેટલીક ખાસ તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તે રાઘવનો હાથ પકડીને મંડપમાં પ્રવેશતી જોવા મળી હતી.
આ સિવાય એક ફોટોમાં રાઘવ તેની દુલ્હનને કિસ કરતો જોવા મળ્યો હતો. તેમના ચાહકો અને બી-ટાઉનના ઘણા સેલેબ્સે બંનેની આ તસવીરો પર પ્રેમ વરસાવ્યો હતો અને તેમને લગ્ન માટે અભિનંદન પણ આપ્યા હતા.