@partho pandya patan
15 દિવસ થવા છતાં સિદ્ધપુર વાસીઓ પીવા ના પાણી પર વિશ્વાસ નથી બેસતો. સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇન માંથી માનવ અવશેષો મળવાનો મામલો હજુ શાંત થવાનું નામ નથી લાઈરહ્યો. હજુ પણ પાણીમાંથી માનવ અંગો મળી રહ્યા છે. આજે ફરી મહેતા ઓલનો મહાડ વિસ્તારમાંથી ખોપડીનો ભાગ મળી આવ્યો હતો.
અગાઉ લાલપોળ, ડોશીની પોળમાં મૃતક લવીનાં ના અંગો હાથ લાગ્યા હતા. સિધ્ધપુર પૂર્વ વિસ્તારના લોકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં મિનરલ પાણીની સગવડ હાલ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રોજની 20,000 લિટર પાણીની પૂરું પાડવામાં આવી રહ્યું છે,
નગરપાલિકાની વોટર વર્કસ તેમજ વહીવટી તંત્ર પર પ્રજા ને ભરોષો નથી રહ્યો. પાલિકા નું પાણી પીવાથી લોકો ડરી રહ્યા છે, સિદ્ધપુર ના લોકો માટે જીવન જીવવું દોહ્યલું બન્યું છે. આવતીકાલે સિદ્ધપુર વાસીઓ ફરી એક વખત લડી લેવા તૈયાર બન્યા છે.
સિદ્ધપુર શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળ્યા બાદ મંગળવારથી નગરપાલિકાએ ઉપલીશેરી વિસ્તારમાં લોકોને પીવા માટે પાઇપલાઇન મારફતે એક કલાક માટે પાણી છોડાયું હતું. પરંતુ લોકો તે પાણી પીવા માટે તૈયાર નથી. લોકો ડેટોલ નાખીને વાસણ, કપડા, નાહવા, ધોવાના વપરાશમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો એ જણાવ્યું હતું.
સિદ્ધપુર શહેરમાં બે વખત પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ કર્યા બાદ 1.5 PPM ટેસ્ટિંગ રિપોર્ટ આવતા પાણી શુદ્ધ અને પીવા લાયક હોવાથી મંગળવારે સવારે 9 થી 10ના સમયગાળામાં ઉપલીશેરી વિસ્તારમાં પાણી છોડાયું હતું અને લાલડોશીની પોળ વિસ્તારમાં પાઇપ લાઇનની કામગીરી બાકી હોવાથી જે મંગળવાર સાંજ સુધીમાં પૂર્ણ કરી બુધવારે પાણી છોડાશે. આ ઉપરાંત ટેન્કર મારફતે લોકોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ જ છે. જેમાં પાલિકાના પાણીના બે ટેન્કરો કાર્યરત છે જેમાંથી એક ટેન્કર મારફતે લાલડોશીની પોળ વિસ્તાર મા પાણી પહોંચાડાય તેમ સિદ્ધપુર નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું.
બહેનોએ જણાવ્યું કે અમે પાણીમાં ડેટોલ નાખીને વાસણ, કપડા, નાહવા, ધોવા વપરાશ માટે લઇ રહ્યા છીએ. બે દિવસથી પાલિકાના ટેન્કર પણ બંધ છે. પાણી ચોખ્ખું આવે છે પણ નજર સમક્ષ બનેલી ઘટનાને કારણે વિશ્વાસ નથી આવતો. ડર નીકળતા મહિનો તો લાગશે જ.પાઇપ લાઈનો બદલીને મંડી બજાર બાજુથી પાણી પહોંચાડવામાં આવે તો સારૂ.