Partho pandya patan
ગુજરાત ની ભૌગોલિક સ્થિતિ જોતા અહીં સમુદ્ર. ડુંગરો.સપાટ જમીન ઓ ની સાથે કચ્છ ના નાના રણ ની કુદરતી સંપદા મળી છે કચ્છ નું નાનું રણ ની શરૂઆત નો કેટલોક ભાગ પાટણ ને અડતો છે ત્યારે ગુજરાત સમાચાર તેના દર્શકો ને પાટણ નજીક કોડધા ના રણ ની કેટલીક વિશેષતાઓ ની રસ પ્રદ માહિતી લઈ આવ્યું છે અહીં રણ મા એકલી ખારાશ અને ખારું પાણી હોય છે ત્યારે અહીં એક કૂવો છે જે હજાર વર્ષ જૂનો હોવાની લોકવાયકા છે અને આ કૂવો આજે પણ જીવંત છે અને શુખદ આશ્ચર્ય વચ્ચે આ કુવા નું પાણી તાજું અને મીઠું છે
કુદરતી સરચના સમી આ જગ્યા ને મેડક ડુંગર નામ આપવા મા આવ્યું છે અહીં કોઈ માનવીય વસાહત કે વસવાટ નથી બિલકુલ નીરવ શાંતી નો અનુભવ થાય છે ચારે બાજુ ગાંડા બાવળો અને ગુંદર ની વનસ્પતિ સિવાય અહીં કશુજ નથી
અહીં માત્ર વન્ય પ્રાણી ઓ છે જેમાં શિયાળ નો નોંધ પાત્ર હાજરી જોવા મળે છે.તો રણ નું પ્રાણી એટલેકે ઘુડખર નો અહીં વસવાટ છે અંદાજે 3હજાર થી વધુ સંખ્યા મા આ ઘુડખર અહીં વિહાર કરે છે .
આ જે કુદરતી ડુંગર મા અહીં ખનીજ અઢળક પ્રમાણ મા છે અહીં રંગબેરંગી પથ્થરો અને અકીક ના ઢગલા છે
આમ આ રણ નું દર્શન કરવા નો લાભ ની સાથે સરકાર વન વિભાગ અને ટુરિજમ સાથે મળી આ જગ્યા ને પીકનીક સ્પોટ તરીકે વિકસાવે તો લોકો પણ કુદરત ની સંરચના ને નજીક થી માણી શકે
આ મીઠો કૂવો જ્યાં આવ્યો છે તેની આજુબાજુ માત્ર ખારોપાટ રણ છે અને ક્યાંય કોઈ મીઠા પાણી નું ઝરણું નથી છતાં અહી પાણી મીઠું છે અહી આ જગ્યા એ જવુ હોય તો રણ ની કેડી નો જાણકાર હોય તો જ તમે અહી જઈ શકો છો અન્યથા ગૂગલ મેપ પણ અહી ગોળ ગોળ ફરે છે.