પાટણ સહિત જિલ્લા માં ચાણસ્મા શહેરની અંદર રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં નવી યજ્ઞો પવિત ધારણ કરી.
પાટણ અલ્કેશ પંડ્યા
આજે રક્ષા બંધન ના તહેવાર ની સાથે સાથે ભૂદેવો ને યગનોપાવિત એટલે કે જનોઈ બદલવા નો દિવસ ત્યારે પાટણ શહેર સહિત જિલ્લા માં આજે ભૂદેવો એ મંત્રોચાર સાથે જનોઈ બદલી હતી
રક્ષાબંધનનો દિવસ આમતો ભાઈ બહેન નું પર્વ ગણાય છે તો બ્રાહ્મણો માટે દિવાળી જેવો તહેવાર ગણવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજના યુવકો તેમજ વડીલો જૂની યજ્ઞો પવિત આજે બદલી મે નવી જનોઈ ધારણ કરે છે જૂની જનોઈ ને નદી અથવા તળાવમાં પધરાવી નવી યજ્ઞો પવિત ધારણ કરતા હોય છે. ત્યારે આજરોજ ચાણસ્મા ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં ચાણસ્મા શહેર તેમજ આજુબાજુ વસવાટ કરતા બ્રાહ્મણ સમાજના યુવકો તેમજ વડીલો એકત્રીત થઈ પીપળેશ્વર મહાદેવ ની અંદર ભગવાન શિવજીને મંત્રોચ્ચાર સાથે બીલીપત્ર ચડાવી દુધાભિષેક કરી શુભ મુહૂર્ત ની અંદર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે નવી યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ તારીખ ૩૦/૮/ ૨૦૨૩ ને બુધવારના રોજ રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે ચાણસ્મા તેમજ આજુબાજુના વિસ્તારના સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં એકત્રીત થઈ શહેરની અંદર આવેલ પીપળશ્વર મહાદેવ મંદીરની અંદર સમુહ યજ્ઞો પવિત એટલે કે જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બ્રાહ્મણ સમાજના વડીલો તેમજ યુવકો દ્વારા પિતાંબર પહેરી ભગવાન શિવજીને બિલિપત્ર ચઢાવી દુધાભિષેક કરી શુભ મુહૂર્ત શાસ્ત્રોક્ત વિધી અનુસાર મંત્રોચ્ચાર સાથે સમુહ યજ્ઞો પવિત ધારણ કરી હતી. તેમજ પ્રસાદી રૂપે બ્રહ્મભોજન પણ લઈ છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મોરલીધર મોઘીરામ વ્યાસ તરફથી કરવામાં આવ્યું હતું.
પાટણ સહિત જિલ્લા માં ચાણસ્મા શહેરની અંદર રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં નવી યજ્ઞો પવિત ધારણ કરી.
Related Posts
Add A Comment