@partho pandya,patan
- વિપુલકુમાર રમેશભાઈ રાવળ નામના યુવકને છૂટાછેડા મળતા તેની ખુશીમાં જીવદયા પેટે રૂપિયા 750ની પાવતી ફડાવી હતી છૂટાછેડાની ખુશીનો કદાચ આવો પ્રથમ બનાવ લગ્ન પ્રથાની સંસ્થા માટે લાલ બત્તી સમાન કહેવાય !!!!
- એકબાજુ જીવદયા તો બીજી બાજુ નારીનું અપમાન સાથે કુટુંબ વ્યવસ્થા સામે પડકાર
પાટણ જિલ્લા ના સોશિયલ મીડિયા માં એક છુટાછેડા ની ખુશી માં યુવક એ જીવદયા પેટે અમુક રકમ નું દાંન કરી તે પહોંચ ને જાહેર કરી ચાણસ્મા માં આવેલ શ્રી ચાણસ્મા મહાજન પાંજરાપોળમાં દાન કરેલ રશીદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા
સમગ્ર વિવાદાસ્પદ નીંદનીય ઘટના ની વાત કરીએ તો ચાણસ્મા પંથક માં એક યુવક ના સમાજ માં રિતી રિવાજ મુજબ લગ્ન થયેલ લગ્ન ગ્રંથિ થી જોડાયેલ યુવક નું થોડાક સમય માં જીવન માં ભગાણ સર્જાયું હતું અને ત્યાર બાદ સમાજ ના આગેવાનો દ્વારા સમજાવટ ની વાતો થઈ હશે પરંતુ જીવન ની મડા ગાંઠ ના ઉકેલાતા સામાજિક રીતે યુવક ના છૂટાછેડા થયા હતા ત્યારે યુવક એ પાંજરાપોળ માં જીવદયા અંતર્ગત દાન કર્યું હતું પરંતુ આ પ્રથા માં તમે એક બાજુ કૌટુંબિક પ્રથા તેમજ સ્ત્રી સકતી નું અપમાન થતું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ