પાટણ/ ગુપ્તેશ્વર મહાદેવ : ઘુમ્મ્ટની અંદર દોરેલ ચિત્રો આજે સદીઓ બાદ પણ યથાવત છે
partho alkesh pandya , પાટણ
ઐતિહાસિક શહેર પાટણ જ્યા શિવ અને જૈન નગરી તરીકે આજે પણ પ્રખ્યાત છે સિદ્ધરાજ જયસિંહ શૈવ ધર્મી હતો અને અહીં પાટણ પંથક માં 12મી સદી પહેલા અનેક શિવ મંદિરો બનાવેલા જે આજે પણ હયાત છે.
દરેક શિવ મંદિરોની કોતરણી એક સમાન દેખાય છે કારણકે દરેક મંદિરો પથ્થરમાંથી કોતરી બનાવ્યા છે. જેમાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ શિવ ભક્તો માટે અનોખી શ્રદ્રા ધરાવતું મંદિર છે. પાટણ શહેરના મદારસા વિસ્તારમાં આવેલ આ મંદિર શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.
અહી શ્રાવણ માસમાં શિવજીની પૂજા આરાધના થાય છે સાથે સાથે અહી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સવાર સાંજ આરતી પ્રસાદ વિવિધ આંગી પણ પ્રસંગોપાત થાય છે. અહી સૌથી વધુ જો ધ્યાન આકર્ષક વાત હોય તો તે અહી મંદિરના ઘુમ્મ્ટની અંદર દોરેલ ચિત્રો છે. જે આજે પણ હયાત છે. સદીઓ બાદ પણ આ મન્દિર ભોંયરામાં હોઈ તેનું નામ ગુપ્તેશ્વર મહાદેવ પડ્યું હતું. કારણકે સોલંકી વંશનો સૂર્ય તપતો હતો અને સાથે સાથે મુસ્લિમ શાસકોનો ભય પણ હતો અને મુસ્લિમ શાસકો મંદિરો તોડતા હતા એટલે શિવલિંગો બચાવ માટે ભોંયરામાં પૂજા થતી હતી
પાટણ/ ગુપ્તેશ્વર મહાદેવ : ઘુમ્મ્ટની અંદર દોરેલ ચિત્રો આજે સદીઓ બાદ પણ યથાવત છે
Related Posts
Add A Comment