Partho Alkesh pandya
– પાટણના દુધારામપુરા ગામે હેવાન પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરવાની ઘટના સામે આવી છે દુધારામપુરા ગામે રહેતા અને કલર કામ કરતા 45 વર્ષીય મોહનભાઈ પરમાર નામના વ્યક્તિની પત્ની ભગી પરમાર તેમજ પ્રેમી અરવિંદજી ઠાકોરે મળીને હત્યા કરી હતી હારીજનાં વાંસા ગામે પસાર થતી નર્મદા કેનાલના પુલ નીચે મોહનભાઈ પરમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી દગાબાઝ પત્ની અને તેના પ્રેમીએ ભેગા મળી હત્યા કરી ફરાર થઇ ગયા હતા પ્રેમ સંબંધમાં પતિ અડચણરૂપ બનતો હોય પત્ની તેમજ તેના પ્રેમીએ ભેગા મળીને પતિનો કાંટો કાઢવા હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હત્યા બાદ ગણતરીના કલાકોમાંજ હારીજ પોલીસે આરોપી પત્ની તેમજ તેના પ્રેમીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
– પાટણના દુધારામપુરામાં પ્રેમ સંબંધને લઈને પતિની હત્યા
પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમી અને પત્નીએ ભેગા મળી પતિની કરી હત્યા
હારીજના વાંસા ગામ નજીક હત્યાને આપ્યો અંજામ
કેનાલ ઉપર પતિને લઈ જઈ પત્ની અને પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો
મોહનભાઇ પરમાર નામના વ્યક્તિની હત્યા
માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી
હત્યાને પગલે પોલીસે પ્રેમી અને પત્નીની કરી ધરપકડ
પોલીસે મૃતકની મૃતદેહને પીએમ માટે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયો
હારીજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી