- જિલ્લા ની કેટલીક પ્રાથમિક શાળાઓમાં પૂરતો જથ્થો નહિવત
ક્યાંક ચણાની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ
@પાટણ partho pandya
રાજ્ય સરકાર ના મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી સ્કૂલો માં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા તમામ બાળકો ને મીડ ડે યોજના માં સાંકળી લેવા માં આવ્યા છે અને વિદ્યાર્થી બાળકો ને અઠવાડિયા ના 6 દિવસ અલગ અલગ ભોજન મેનુ અંતર્ગત રસોઈ બનાવી બાળકો ને જમાડવા માં આવે છે પાટણ જિલ્લા માં આવેલ સરકારી સ્કૂલો માં છેલા 15 દિવસ થી મધ્યાહન ભોજન માં ખાદ્ય એટલેકે ચના, તેલ, ઘઉં ખૂટી રહ્યા છે આ અંગે કેટલાક શિક્ષકો એ નામ નહિ આપવા ની સર્તે બાળકો ની ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે એક સરકારી સ્કૂલ ના મધ્યાહન ભોજન કેન્દ્ર ની મુલાકાત લેતા કેટલાક દ્રશ્યો નજરે પડ્યાં જેમાં સરકાર ની પોષણ યોજના નો વ્યંગ થતો નજરે પડ્યો છે સરકાર ચના ની ટેકાના ભાવે મોટી ખરીદી કરે છે પરંતુ આ ચના પુરવઠા વિભાગ દ્વારા પુરા પાડવા માં આવતો જથ્થો બિલકુલ ખાવા લાયક નથી હોતો આજે એક કેન્દ્ર માં ચના માંથી ભૂંડ જેવી જીવાત કાઢવા ચના ને તડકે મૂક્યા હતા અને જ્યારે કેમેરો નજીક લઈ ગયા ત્યારે આ ચના બિલકુલ ખાવા ને લાયક નહતા તેવા દેખાય હતા આમ મધ્યાહન ભોજન યોજના માં હાલ બાળકો માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે
પાટણ જિલ્લામાં આવેલ ધોરણ 1 થી 8 ની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મીડ ડે યોજના અંતર્ગત પોષણક્ષમ આહાર આપવાના દાવાઓ, વચનો, નો ઉપહાસ થતો હોય તેમ પાટણ જિલ્લામાં આવેલ સરકારી શાળાઓમાં કેટલીક શાળાઓમાં તેલ ,અનાજ, ઘઉં ,કઠોળનો જથ્થો ખૂટ્યો છે અને હાલ સંચાલકો ગમે તેમ કરીને બાળકોને જમવાનું નાસ્તો આપે છે પરંતુ સરકારના એક પણ વિભાગ કે પાટણ જિલ્લા વહીવટી તંત્રએ કોઇ પગલાં નથી ભર્યા તેમ એક મધ્યાહન ભોજન ના સંચાલકે હાલની સ્થિતિની વાસ્તવિકતા જણાવી હતી. શાળા સ્કૂલ ચાલુ થવા ને એક મહિનો થવા આવ્યો છે પરંતુ જથ્થો શાળામાં ઉપલબ્ધ થયો નથી પાંચ જૂન 23 થી શરૂ થયેલ શાળાઓ માં જ્યારે 12 ,13, 14 જૂન 23 દરમ્યાન શાળાઓ પ્રવેશોત્સવ યોજાયો ત્યારે સરકાર દ્વારા ગામના દરેક આગેવાનોને દબાણ કરીને તેથી ભોજન ની સ્કીમ મુકાવી હતી તેથી ભોજન ના કારણે મધ્યાન ભોજનમાં સંચાલકો પાસે જથ્થો નહીં હોવાનું બચાવ થયો હતો પરંતુ હવે તેથી ભોજન ના દાતાઓ હટી જતા સાચી સ્થિતિ બહાર આવી છે
પાટણ જિલ્લાના 9 તાલુકાની 821 શાળાઓમાં એક લાખ 56 197 બાળકો માટે મુશ્કેલી ઊભી થઈ છે એમડીએમમાં જથ્થો નહીં હોવા અંગે પાટણ જિલ્લા પુરવઠા અધિકારી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમણે જથ્થો ઉપલબ્ધ થઈ જશે તેવી હૈયાધારણા આપી વાતને ટાળી હતી સરકાર દ્વારા જે જથ્થો અપાવવા આવે છે તેની ગુણવત્તા ક્વોલિટી સામે પણ અનેક પ્રશ્નો થાય છે ચણા જોવામાં આવે તો ચણામાં ભૂંડ નામની જીવાત તેમજ ચણા કાણા આરપાર દેખાય એવા સંચાલકોને આપવામાં આવે છે લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ બજેટ ક્યાંક ખોવાઈ જાય છે તે આવી નાજુક સમસ્યાઓ પરથી ફલિત થાય છે
પાટણ જિલ્લાની 9 તાલુકાની ધોરણ 1 થી 8 માં વિગતો દર્શાવતું પત્રક જોઈએ તો પાટણ તાલુકામાં 22,253 બાળકો ચાણસ્મા તાલુકામાં 11,264 સિદ્ધપુર તાલુકામાં 21,583 હારીજ તાલુકામાં 12,797 સમી તાલુકામાં 14,149 રાધનપુર તાલુકામાં 20,324 સાંતલપુર તાલુકામાં 19,56 સરસ્વતી તાલુકામાં 26,3 83 અને શંખેશ્વર તાલુકામાં 8368 મળી કુલ ₹1,56,157 બાળકો અભ્યાસ કરી રહ્યા છે
જ્યારે સ્કૂલોની વાત કરીએ તો પાટણ તાલુકામાં 109 શાળાઓ ચાણસ્મા તાલુકામાં 80 શાળાઓ સિદ્ધપુર તાલુકામાં 84 હારીજ તાલુકામાં 70 સમી તાલુકામાં 82 રાધનપુર તાલુકામાં 102 સાંતલપુર તાલુકામાં 97 સરસ્વતી તાલુકામાં 150 શંખેશ્વર તાલુકામાં 44 મળી કુલ 821 શાળાઓ કાર્યરત છે