- આજે જિલ્લા પંચાયત ના ઉમેદવાર માટે પક્ષ ના પ્રદેશ નિરીક્ષકો હાજર રહશે
patan election: ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની 2020 ની સામન્ય ચૂંટણીમાં સમગ્ર રાજ્ય માં ભગવો લહેરાયો હતો અને પ્રથમ અઢી વર્ષ ની ટર્મ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની મુદત 19 સપ્ટેમ્બર ના રોજ પૂરી થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત તેમજ પાટણ સિદ્ધપુર નગરપાલિકા માં બીજી ટર્મ માટે પ્રમુખ ઉપ પ્રમુખ ની સેન્સ પ્રક્રિયા અંતર્ગત 2 દિવસ સુધી સેન્સ લેવાનો પ્રારંભ થયો છે ત્યારે 9 તાલુકા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ અને પ્રમુખ માટેનું લેવામાં આવશે બે દિવસ દરમિયાન ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમજ પક્ષના આગેવાનો દ્વારા આવેલ નિરીક્ષકો સમક્ષ કયા ઉમેદવાર કઈ રીતે ચાલી શકે એના માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી પાટણ નગરપાલિકાની વાત કરીએ તો પ્રમુખ અને ઉપપ્રમુખ નું અઢી વર્ષનું શાસન નોંધપાત્ર કહી શકાય એવી કોઈપણ સિદ્ધિ વગર પ્રજાની હાડમારી વચ્ચે પૂર્ણ થયું છે આ વખતે બીજી ટર્મમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ તરીકેની વરણી અનુસૂચિત જાતિ ના ચાર ઉમેદવારોમાંથી કરવાની થાય છે જેમાં બે પુરુષ અને બે સ્ત્રી ઉમેદવારો છે 2020 માં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં મહિલા ઉપપ્રમુખની પસંદગી થઈ હતી ત્યારે હવે અગામી અઢી વર્ષની ટર્મ માટે પુરુષ ઉમેદવાર મૂકવામાં આવે તો બે નામો ચર્ચામાં છે જેમાં બીપીન પરમાર અને રાજેન્દ્ર હિરવાણીયા જ્યારે સ્ત્રી ઉમેદવાર મૂકવામાં આવ્યો હતો બે મહિલા સભ્યો પણ પ્રમુખ ઉપપ્રમુખની રેસમાં છે
patan જિલ્લા પંચાયતની બેઠક આ વખતે સામાન્ય બેઠક નહીં હોવાથી અહીં ઓબીસી, એસટી, માટે પ્રમુખ ની હરીફાઈ જોવા મળશે તેમાં લગભગ ચારથી પાંચ મહિલા ઉમેદવારો પ્રમુખ ની લાઈનમાં છે ત્યારે આજે સેન્સ ની પ્રક્રિયામાં ચૂંટાયેલા એ મહિલા સદસ્યોના ઘરના સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી નોંધનીય છે કે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના પત્ની પણ રાધનપુરની જિલ્લા પંચાયતની બેઠક ઉપર જીતેલા જિલ્લા પંચાયત સદસ્ય છે તેઓ પણ ક્યાંક દાણો દાબે તો નવાઈ નહીં આમ આ વખતે 2024 ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સામાજિક સમીકરણો અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી થશે ભલે અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા હોય પરંતુ ભાજપની થીમ ટેન્ક તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડે તમામ સમીકરણો નક્કી કરીને રાખ્યા હોય છે ત્યારે જે નામ ચાલતા હોય છે એ નામની જગ્યાએ બીજું નામ આવી જાય છે હવે જે અઢી વર્ષનું શાસન છે એમાં લોકસભાની ચૂંટણીમાં આ પ્રમુખ ઉપપ્રમુખ પક્ષને કેટલા મદદરૂપ થાય છે તે જોવું રહ્યું છે
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
Aditya L1 Mission: આદિત્ય-L1 સૂર્ય સુધી નહીં જાય, 14.85 કરોડ કિલોમીટર દૂરથી કરશે ફેસ રીડિંગ
થેલેસેમિયાગ્રસ્ત પુત્રનું મૃત્યું થતાં નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર શરૂ કર્યું