પાર્થો અલકેશ પંડ્યા, પાટણ
સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગર પાલિકા, મહાનગર પ્પાલિકા ની બીજી મુદતની અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપ પ્રમુખ, અને કારોબારી ચેરમેન ની પસંદગી માં પ્રથમ રાઉન્ડ માં પાલિકા, તેમજ મહાપાલિકા ના પ્રમુખો , ઉપ પ્રમુખ, તેમજ કારોબારી ની પસંદગી તેમજ પરિણામો જાહેર થઈ ગયા અને ભાજપ બીજા અઢી વર્ષ માટે શાસન કરશે ત્યારે હવે ગ્રામ્ય કક્ષા એટલે કે તાલુકા અને જીલા પંચાયત નો વારો છે
આજે પાટણ જિલ્લા ની પાટણ જિલ્લા પંચાયત તેમજ નવ તાલુકા પંચાયત બેઠક પર બીજી ટર્મ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
પાટણ જિલ્લા પંચાયત માં પાતળી બહુમતી સાથે ભાજપ સાશન કરે છે અને હવે બીજી ટર્મ માટે
હેતલબેન ઠાકોર પ્રમુખ ઉપ પ્રમુખ માટે ગોવિંદભાઈ માલધારી અને કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ ના નામો જાહેર થશે
આજે 12 વાગે એક જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત ના નામો જાહેર થશે
ભાજપ પાસે 5 તાલુકા માં સ્પષ્ટ બહુમતી છે જેમાં રાધનપુર, સમી, શંખેશ્વર, હારીજ અને ચાણસ્મા જ્યારે સાંતલપુર માં ભાજપ પાસે પંચાયત હોવા છતાં પ્રમુખ નું પદ કોંગ્રેસ ની મહિલા ને મળ્યું
સિદ્ધપુર, અને સરસ્વતી કોંગ્રેસ પાસે છે પરંતુ આજે સરસ્વતી તાલુકા પંચાયત માં નવાજૂની ના એંધાણ છે કોંગ્રેસ ના જ એક સદસ્ય એ પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી છે
આ ઉપરાંત પાટણ તાલુકા પંચાયત માં પણ ભાજપ અપક્ષ ના ટેકા થી સત્તા જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે
જ્યારે હારીજ માં નવા જૂની ના એંધાણ છે