પાટણ અલ્કેશ પંડ્યા
કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા પરંતુ આજકાલ હિન્દુ સમાજ અને હિન્દુત્વ સામે લાગણી દુભાય તેવી હરકતો થતા હિન્દુ યુવાઓ માં હવે ધર્મ પ્રત્યે આદરભાવ જાગ્યો છે. ત્યારે પાટણમાં આવેલ શોપિંગ સેન્ટર કે દવાખાનાની દીવાલો ડિઝાઇનરની સાથે ભગવાનની છબીઓ વાળી ટાઈલ્સ લગાવવામાં આવી છે.
જેને લઇ ભગવાનનું અપમાન થતું હોય આવી ટાઇલ્સ હટાવી લેવામાં આવે તે અલ્ટિમેટમ સાથે આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે શહેરની એક હોસ્પિટલમાં યુવાઓએ હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો
પાટણ શહેર માં આવેલ એક ડોકટરની હોસ્પિટલમાં દેવી દેવતાઓની છબી વળી ટાઈલ્સો પગ માં આવે તે રીતે ફ્લોરિંગમાં લગાવવામાં આવી છે. ટાઇલ્સ પર પગ મૂકી ચાલતા ભગવાનનું અપમાન થાય છે. આવી લાગણી સાથે યુવા કાર્યકરોએ હોસ્પિટલમાં જઈ લાદીઓ ઉખાડી નાખી હતી દેવભૂમિ કોમ્પલેક્ષના પાછળના ભાગે આવેલ હિર બાળકોની હોસ્પિટલના તબીબ હિરેન કે પટેલ એ તેમની હોસ્પિટલમાં ટાઇલ્સ લગાવી હતી.
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવા કાર્યકરોએ જાહેરાત કરી છે કે શોપિંગ સેન્ટર જાહેર જગ્યા કે સીડીઓની દીવાલો પર ભગવાન ની છબીઓ હોય તો કાઢી નાખવી નહિતો તેઓ કાર્યવાહી હાથ ધરશે
આ એક વિચાર ધારાની લડાઈ સાથે હિન્દુત્વ ને મજબુત કરવા એક અભિયાન છે કારણકે આમાં રાજકીય રંગ આપવાની હરીફાઈ જામી છે