@partho pandya patan
પાટણ ખાતે 42 લેવુવા પાટીદાર સમાજ નું આજ રોજ સંમેલન નું આયોજન રિવાજ પાર્ટી પ્લોટ ખાતે કરવા માં આવ્યું હતું આ સંમેલન માં 53 ગામો માંથી મહિલાઓ આવી હતી પરંતુ મેઘરાજા એ આ સંમેલન માં વિઘ્ન નાખ્યું અને વીજળી ના કડાકા ભડાકા અને ગાજ વીજ સાથે વરસાદ શરૂ થતાં ઉપસ્થિત જ્ઞાતિજનો તેમજ આયોજકો માટે ખુબજ મોટી મુશ્કેલી સર્જાઈ હતી અને વરસાદ થી બચવા માટે આયોજકો એ બેઠક વ્યવસ્થા માટે રાખેલ ખુરસી નો સહારો લેવો પડ્યો હતો આમ કાર્યક્રમ માં આજે વરસાદ વિલન બન્યો હતો અને અવ્યવસ્થા સર્જાઈ હતી તો કુદરત સામે આયોજકો લાચાર દેખાયા હતા
કાર્યક્રમ નું ઉદ્દેશ ની વાત કરીએતો
આજકાલ દરેક સમાજ માં સારા ખોટા પ્રસંગો માં ખોટા ખર્ચા નો દેખાડો હદ વગર નો વધિ જતા સમાજ માં કેટલાક પરિવારો માં આ વધારા ના ખર્ચા પોષાય તેવા આજ ની મોંઘવારી ના સમય ના હોઇ હવે સમાજ ની મહિલાઓ જાગ્રત બની છે ત્યારે હવે શિક્ષિત તેમજ ગુજરાત માં વર્ચસ્વ ધરાવતા એવા પાટીદાર સમાજ ની બહેનો એ સમાજ સુધારણા નું એક ક્રાંતિ કારી પગલું ભરવા જઇ રહ્યા હતા અને આજે 28 મે 23 ના રોજ પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ ના 53 ગામો સમાજ ન કુરિવાજ તેમજ દેખાદેખી ના ખોટા ખર્ચ બંધ કરવા સંમેલન યોજાઈ હતું
હાલ ના સમય માં આમારા સમાજ માં દેખાદેખી ના પ્રસંગો વધી ગયા છે જે ને લીધે સમાજ માં અસમાનતા સર્જાઈ છે એટલે સમરસ સમાજ નું એક ક્રાંતિ કારી નિણર્યો લેવાયા
સમાજ માં પ્રિ વિડિઓ શૂટિંગ ,હલ્દી પ્રથા , કવર પ્રથા, ડીજે,સહિત ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકવા અને તિલાંજલિ આપવા સૌ કોઈ સમહત થયા હતા