@મોહસીન દાલ, ગોધરા
હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ સુરા ગામે પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે છાપો મારી ૩ રહેણાંક મકાન અને એક સ્કોર્પિયો ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પાવાગઢ પોલીસે સુરા ગામેથી ૨૭,૪૩,૨૦૦/- ની કિંમતની વિદેશી દારૂની ૬૫૯ પેટીઓ જેની અંદર ૧૯૦૩૨ નંગ વિદેશી દારૂની બોટલો સાથેનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી મળી કુલ ૩૨,૪૩,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે સ્થળ પરથી ૨ આરોપીઓને ઝડપી કુલ ૭ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુન્હો નોંધી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના તેમજ હાલોલના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથક વિસ્તારમાંથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જે.જાડેજાએ કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પાવાગઢ પોલીસ મથકના વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર ખાનગી રાહે વોચ ગોઠવી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પી.એસ.આઈ. આર.જે.જાડેજા ને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ઝબાણ ગામનો અનિલ પોપટભાઈ રાઠવા અને ભાટ ગામનો વિપુલ નાગજીભાઈ રાઠવા ભેગા મળી હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા સુરા ગામે રણછોડ મોહનભાઈ રાઠવા તથા તેના છોકરો અજીત રણછોડભાઈ રાઠવા સાથે મળી ઘરમાં તથા સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારેલ છે જે બાતમીના આધારે પી.એસ.આઈ. આર.જે.જાડેજા સહિત પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓની ટીમે સુરા ગામે રણછોડ રાઠોડના ઘરે છાપો મારતા ઘરમાંથી તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૪૨ જેની કિંમત ૧૦,૮૯,૬૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે સુરા ગામે અનિલ બીપીનભાઈ રાઠવાના ઘરે તપાસ હાથ ધરતા તેઓના ઘરેથી પણ અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની પેટીઓ નંગ ૧૫૭ જેની કિંમત ૬,૮૭,૬૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે રયજી નાનાભાઈ રાઠવાના ઘરેથી પણ પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરતા વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૪૦ જેની કિંમત ૯,૬૬,૦૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પાવાગઢ પોલીસે સુરા ગામે ત્રણેય મકાનો અને સ્કોર્પિયો ગાડીમાંથી કુલ ૬૫૯ નંગ વિદેશી દારૂની પેટીઓ જેમાં ૧૯,૦૩૨ નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત ૨૭,૪૩,૨૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો કુલ જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી જેની કિંમત ૫,૦૦,૦૦૦/- એક મોબાઇલ મળી કુલ ૩૨,૪૩,૪૦૦/- રૂપિયાના મુદ્દા માલ સાથે સ્થળ પરથી ૨ આરોપીઓ રણછોડ મોહનભાઈ રાઠવા અને રયજી નાનાભાઈ રાઠવાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ અનિલ પોપટભાઈ રાઠવા રહે.ઝબાણ તથા વિપુલ નાગજીભાઈ રાઠવા રહે.ભાટ તથા અજીત રણછોડભાઈ રાઠવા, સંજય રયજીભાઇ રાઠવા અને અનિલ બીપીનભાઈ રાઠવા ત્રણેય રહે.સુરા સહિત ૭ આરોપીઓ સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી કરી છે અને અન્ય ૫ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8