સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વાવાઝોડા અને વરસતા વરસાદ વચ્ચે અંદાઝે એક લાખ ઉપરાંત શ્રધ્ધાળુઓ એ માતાજીના દર્શન કર્યા.!!
@મોહસીન દાલ, ગોધરા
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે પૂનમ તેમજ વેકેશનના છેલ્લા રવિવારને અનુલક્ષીને એક લાખથી પણ વધુ માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે તૂટી પડ્યા હતા. જેમાં રવિવારે સવારના સુમારે એક કલાક જેટલા સમય સુધીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યા હોવા છતાં ભક્તોએ નિર્ભય બની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે રવિવારના રોજ એક લાખથી પણ વધુ માહી ભક્તો પધાર્યા હતા. જેમાં રવિવારે પૂનમ તેમજ હાલમાં લગ્નગાળો પૂર્ણ થતા તેમજ ઉનાળુ વેકેશનનો પણ છેલ્લો રવિવાર હોવાને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી માઇ ભક્તોનું ઘોડપૂર ઉમટી પડ્યું હતું. યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે સવારના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા હતા ને એકાએક ભારે તેજ ગતિશીલ પવન સાથે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાક જેટલા સમય સુધી ભારે તેજ ગતિશીલ પવન સાથેના વાવાઝોડા સાથે વરસાદ ખાબકયો હોવા છતાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ નિર્ભયતાપૂર્વક માતાજીના મંદિર સુધી પહોંચવા ડુંગર પર ચઢાણ કરી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જો કે ૧ કલાક જેટલા સમય બાદ વરસાદ અને તેજ પવનની ગતિએ વિરામ લીધો હતો
જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ પૂનમ તેમજ રવિવારની જાહેર રજાને અનુલક્ષીને વહેલી સવારે ૫:૦૦ કલાકના સુમારે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તજનો માટે ખોલી દેવાતા વહેલી સવારથી પાવાગઢની તળેટીથી લઇ ડુંગર પર માતાજીના મંદિર પરિસર ખાતે ભક્તજનોનું કીડિયારું ઉભરાયેલું જોવા મળ્યું હતું અને એક સાથે હજારો માઈ ભક્તો દ્વારા મહાકાળી માતાજીનો જયઘોષ કરાતા સમગ્ર પાવાગઢ ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો જેમાં વહેલી સવારથી સાંજ સુધીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે એક લાખથી વધુ મહાકાળી માતાજીના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિરમાં પહોંચી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ જુકાવી આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી જ્યારે રવિવારે પાવાગઢ ખાતે એક લાખથી પણ વધુ યાત્રાળુઓ ઉમટી પડતા મંદિર ટ્રસ્ટ દ્વારા શિસ્તપૂર્વક ક્રમબદ્ધ યાત્રાળુઓને ગોઠવી આરામ અને સહુલત સાથે માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ એક લાખથી વધુ માઇ ભક્તોની સુરક્ષા સલામતીને અનુલક્ષીને વહેલી સવારથી મોડી સાંજ સુધી પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઈ ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી યાત્રિકોની સુરક્ષા સલામતીની પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઈ હતી.