બોડેલી-ડભોઈ રોડ પર તાલુકા સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં પર યોજાનાર આ કાર્યક્રમની જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી આવી રહી છે. જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કાર્યક્રમ સંદર્ભે વિવિધ ૨૫ જેટલી સમિતિઓની રચના કરી અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જે અન્વયે તાલુકા સેવાસદન બોડેલી ખાતે આજે સમિતિઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં વિવિધ સમિતિઓની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પાર્કિંગ,રૂટ, પીવાનું પાણી, ફૂડ પેકેટ, કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો, આરટીઓ દ્વારા વાહન વ્યવસ્થા તેમજ રિઝર્વ વાહનો કેટેગરી વાઈઝ તૈયાર રાખવા, આરોગ્ય સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ટોઈલેટ બ્લોક, પીવાના પાણી સહિત વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સભાસ્થળ નજીક સ્ટોલ-પ્રદર્શન અંગે તેનું યોગ્ય નિદર્શન થાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા પોલીસ વિભાગ અને ફરજપરના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમન, આવન-જાવન સહિત રસ્તા પર વરસાદમાં ઝાડ પડી જાય તેવા સંજોગોમાં રસ્તો ખુલ્લો કરીને ટ્રાફિક નિયમન, વાહન ખોટકાય તો ક્રેન દ્વારા ખસેડવાની વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવા અને પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જિલ્લા કલેકટરે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિહાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રાયોજના વહીવટદાર સચિનકુમાર, નિવાસી અધિક કલેક્ટર કે.ડી.ભગત, નાયબ કલેક્ટર અમિત ગામિત, જિલ્લા પુરવઠા અધિકારી એ.આઈ.હળપતિ, પ્રાંત અધિકારી મૈત્રીદેવી સિસોદિયા અને વિમલ ચક્રવર્તી, છોટાઉદેપુર નગર પાલિકાના મુખ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કિષ્નાબેન પાંચાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઈમરાન સોની, ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા સહિત વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાજભવનમાં રાત્રી રોકાણ બાદ 27મી સપ્ટેમ્બરે અમદાવાદના સાયન્સ સિટીમાં તેમજ છોટા ઉદેપુરના બોડેલીના જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન અમદાવાદના સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ હાજરી આપવાના છે.
પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં નાખેલા કવરમાંથી નીકળ્યા આટલા પૈસા, ગુર્જર સમુદાયને આપી ભેટ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2003માં તેમના દ્વારા થઇ હતી. તે સમયે યોજાયેલી સમિટમાં 300 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ હતા, જ્યારે 2019માં નવમી અને છેલ્લી સમિટ યોજાઇ ત્યારે 135 દેશોના પ્રતિનિધિ જોવા મળ્યા હતા. ત્રણ વર્ષ પછી 2024ના જાન્યુઆરી મહિનામાં યોજાઇ રહેલી 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ માટે તેઓ માર્ગદર્શન પણ આપશે.
છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાનારા એક સમારોહમાં તેઓ સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નવા વર્ગખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબ અને ગુજરાતની સ્કૂલોમાં બાંધવામાં આવેલી સુવિધાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.
વિશ્વના આ 10 દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે, જાણો ભારતમાં કેટલો વપરાશ થાય છે
આ કાર્યક્રમ દરમિયાન, મોદી વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ‘ઓદરા ડભોઇ-સિનોર-માલસર-આસા રોડ’ પર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલ સહિતની બહુવિધ વિકાસ યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. એ ઉપરાંત બીજા કાર્યક્રમોમાં ચાબ તલાવ પુન: વિકાસ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનો, ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ અને દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે.
પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે. ગોધરા, પંચમહાલમાં ફ્લાયઓવર બ્રિજ અને દાહોદ ખાતે FM રેડિયો સ્ટુડિયો કે જે કેન્દ્ર સરકારની ‘બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજના હેઠળ બની રહ્યો છે તેનું લોકાર્પણ કરશે.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર