@ Rutul Prajapati, arvalli
મેઘરજ નગરના મુખ્ય બજારમાં આવેલા ગ્રીન હોટલના ખાંચામાં આજે સવારે એક ઈસમ ગ્રીન હોટલના ખાંચામાંથી પસાર થતો હતો. એણે ખુલ્લું એક મૃત ભૃણ પડ્યું હોય એવું લાગ્યું જેથી દિલાવર ખાન ચૌહાણ નામના ઇસમે ડોક્ટર અને પોલીસને જાણ કરી જેથી પોલીસ અને ડોક્ટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને ભૃણને લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયું.
આ ભૃણ જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઈપણ પાપીઓએ પોતાનું પાપ છુપાવવા માટે ગર્ભપાત કરાવી ભૃણને રઝળતું મૂક્યું હોય એવું જણાઈ રહ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આવું કૃત્ય આચરનાર પર ફિટકાર વરસાવી રહ્યા હતા. હાલ તો મેઘરજ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ભૃણનું ડોક્ટરની મદદથી પેનલ પીએમ કરવામાં આવ્યું. આ બાબતે પીએમ કરનાર મેઘરજ તાલુકા આરોગ્ય અધિકરીએ આ બાબતે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ ભૃણ 6 માસનું અને બાળકી હોય એવું લાગી રહ્યું છે. વધુ વિગત પીએમ બાદ વિશેરા એફએસએલમાં પરીક્ષણ માટે મોકલ્યા બાદ રિપોર્ટ આવશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8