ફક્ત 9 મહિનાના ટૂંકા ગાળામા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા આ બીજા સમુહ લગ્ન નુ આયોજન
આગામી તારીખ 11 ફેબ્રુઆરી 2024 ના રોજ ખત્રી મુસ્લિમ બાવીસી જમાતનુ સમૂહ લગ્ન યોજનાર છે જમા 38 છોકરા અને 38 દીકરીઓ સમૂહ લગ્નમાં મુસ્લીમ રિત રિવાજ મુજબ લગ્નગ્રંથિ જોડાઇ પોતાનું ઘર સંસાર માંડશે.
એક મધ્યમ અને ગરીબ દિકરીનાને બાપને જ્યારે પોતાની દીકરી મોટી થતા જ તેના લગ્ન ની ચિંતા કોરી ખાતી હોય છે કુ-રિવાજો, ખોટા ખર્ચા, કરી લાખો રુપિયા નો ધુમાડો કરી દેવાના ડુંગર તળે દબાઇ જતા તે ખુબ મુશ્કેલી મા મુકાઇ જતો હોય છે આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આ પ્રમાણે યોજવામાં આવતા સમુહ લગ્નો ના આયોજન આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે
દિકરા-દિકરી લગ્ન નો ભાર લઇ ફરતા પરિવાર અને કુરિવાજો દુર કરવા માટેનુ ઉત્તમ કાર્ય વર્ષો પહેલા ખત્રી સમાજ ના અગ્રણીઓ દ્વારા સમૂહ લગ્ન યોજી શરૂ કરવામાં આવ્યું હતું બેન્ડ-વાજા ડીજે પાછળ ખર્ચ નહિ કરી નાણા બાળકોના શિક્ષણ પાછળ વપરવાનો ઉદ્દેશ થી દ્વારા સમૂહ લગ્નોના આયોજન કરવામાં આવી રહ્યા છે
38 જેટલાં યુગલો ને સમાજના સખી દાતાઓ તરફ થી જીવન જરૂરી વસ્તુઓ ની ભેટ.. લગ્ન કરનાર દિકરીઓને આપવામા આવનાર છે
મહત્વની વાત એ છે કે ફક્ત 9 મહિનાના ટૂંકા ગાળામા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજનુ આ બીજુ સમુહ લગ્ન યોજવામા આવી રહ્યું છે તે ખૂબ સરાહનીય કાર્ય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે
વાઘોડિયા સમૂહ લગ્ન એડહોક કમીટી દ્વારા યોજાનારા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમા સમગ્ર ગુજરાતમાંથી ખત્રી સમાજના લોકો ભેગા થશે,બોડેલી, વડોદરા, વાઘોડિયા, ભરૂચ, રાજપીપળા, ડભોઇ, પાવીજેતપુર, તેજગઢ, છોટાઉદેપુર, અમદાવાદ ગાંધીનગર તેમજ મુંબઈ ખાતે રહેતા મુસ્લિમ ખત્રી સમાજ ઉપસ્થિત રહી સમૂહ લગ્નમાં હાજરી આપશે
સુલેમાન ખત્રી, છોટાઉદેપુર
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
KUTCH / ગાંધીધામમાં 23 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે પેડલરની અટકાયત
મહિલા જજ જ્યોત્સના રાયે કરી આત્મહત્યા, સરકારી આવાસમાં લટકતો મળ્યો મૃતદેહ