PM Modi 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. તેમજ 25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે. જેમાં મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી છે. તેમજ AIIMSનું લોકાર્પણ કરી વડાપ્રધાન મોદી રેસકોર્સમાં સભા સંબોધશે.
વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી
વડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી છે. PM મોદી 900 કરોડના ખર્ચે તૈયાર Signature Bridgeનું ઉદ્ઘાટન કરશે. તેમજ 24 ફેબ્રુ.એ એન.ડી.એચ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ છે. દ્વારકા ખાતે જન સભાને સંબોધન કરશે અને અહી જ રાત્રી રોકાણ કરશે. દ્વારકામાં રાત્રે રોકાણ બાદ પીએમ મોદી બીજા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ છે. PM Modi ના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી Rajkotના પ્રવાસે આવનાર છે. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થયો છે. જ્યારે તેઓ રાજકોટમાં Aimsનું લોકાર્પણ કરશે. હાલ માત્ર Aimsની વાત સામે આવી રહી છે. વડાપ્રધાન રાજકોટ ખાતે આવતા હોય ત્યારે વિવિધ વિભાગો પણ પૂરજોશમાં કામે લાગી ગયા છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં Aimsનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે 200 એકર કરતા વધુ જમીન પર અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે આ એઈમ્સનું કામ થયુ છે.
ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ વિવિધ પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે પાર્ટીનો ગઢ ગણાતા એવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગેરન્ટીઓ અને કોંગ્રેસની કાર્યશૈલીના પરિણામે આ ચૂંટણીનો જંગ જોરશોરથી જામશે એમ લાગી રહ્યું છે.
આ વર્ષે ભીષણ ગરમી પડવાની શક્યતા..વસંત ઋતુ પછી આકરી ગરમીની હવામાન વિભાગની આગાહી..
માત્ર કતરમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં હજારો ભારતીયો જેલની સજા ભોગવી રહ્યા છે
અમદાવાદ/ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભ બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ, નવવધુ પણ હોસ્પિટલમાં દાખલ
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor32