સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હેતલબેન જાનીની સમગ્ર ગુજરાતમાં થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંવાદ માટે પસંદગી થઈ હતી
સમગ્ર દેશમાં થી માત્ર ૦૭ વ્યક્તિઓ જે પૈકી ગુજરાતમાં થી માત્ર સુરેન્દ્રનગરના હેતલબેન જાનીની પસંદગી થતા પરિવાર અને ઝાલાવાડનુ ગૌરવ વધાર્યું છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભોપાલ ખાતે થી “મેરા બુથ સબ સે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત દેશભરના લાખો બુથ કાર્યકરો સાથે વર્ચ્યુલી જોડાઈને સંવાદ કર્યો હતો
હેતલબેન જાનીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભાજપના વિરોધમાં હાલ અનેક દળો અને પક્ષો સંગઠિત થઈ રહ્યા છે અને અલગ અલગ વિચારધારા ધરાવતા અને એકબીજા સામે લડતા રાજકીય પક્ષો સંગઠિત થવાનું નાટક કરી રહ્યા છે એને કંઈ રીતે આપ જોશો ?? તેવો પ્રશ્ન પૂછયો હતો
જેનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અન્ય પક્ષો પર આકરા પ્રહારો સાથે પોતાની આગવી શૈલીમાં ધારદાર જવાબ આપ્યો હતો
જ્યારે હેતલબેન જાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંવાદ કરતા જીલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, મહિલા મોરચા ટીમ સહિતના કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા
@સચીન પીઠવા , સુરેન્દ્રનગર
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ