- બોડેલી ખાતે 11 મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની વિશાળ જનસભા
@સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
લોકસભા ની ચુંટણી નજીક આવી રહી છે અને તમામ પક્ષો ચુંટણી ની તૈયારી કરી રહ્યા છે ત્યારે સત્તા મા રહેલી ભારતીય જનતા પાર્ટી પણ સત્તા જાળવી રાખવાની તૈયારીના ભાગ રુપે અને કેન્દ્ર ની ભાજપ સરકારે 9 વર્ષ દરમિયાન કરેલી કામગીરી લોકો સુધી માહીતી પહોંચાડવા છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે જન સંપર્ક અભિયાન અંતર્ગત વિશાળ જનસભા નુ આયોજન મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમા તારીખ 11 ના રવિવાર ના રોજ બપોરે 3 કલાકે બોડેલી A.P.M.C ખાતે કરવામાં આવ્યું છે
કેન્દ્ર મા ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર ને લઇ આયોજનના કાર્યક્રમમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત છોટાઉદેપુર મત વિસ્તાર ના સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર ભાઇ રાઠવા ,મુકેશ રાઠવા ,રાજુભાઈ શાહ, સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહેશે સાથે છોટાઉદેપુર જીલ્લામાથી મોટી સંખ્યામા જન મેદની એકત્રીત થાય તે માટે ભાજપ ના કાર્યકરો હોદ્દેદારોએ પ્રયાસ હાથ ધર્યા છે