@સોહીલ એમ ધડા, ઝાલોદ
BJP JANSAMPARK : ભાજપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં 30 મે થી 30 જૂન સુધી BJP સંગઠન દ્વારા દરેક લોકસભા વિસ્તારમાં વિશેષ જનસંપર્ક અભિયાનનું આયોજન કરાવામા આવેલ છે. *લોકસભામાં સમાવેશ દરેક વિસ્તારોમાં જઈ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જૂન સુધી યોજાઈ રહ્યો છે. *આ અભિયાન ભાજપના દરેક જિલ્લા કેન્દ્ર તેમજ શક્તિ બુથ કેન્દ્ર પર આયોજન કરવામાં આવેલ છે.
આ અભિયાન અંતર્ગત જનસંપર્ક ,લાભાર્થી સંપર્ક, સમાજના દરેક વર્ગ સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી ભાજપ સરકારની નીતિ અને યોજનાથી લોકોને માહિતગાર કરવામાં આવનાર છે.
ઝાલોદ નગરમાં ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલની આગેવાનીમા વિવિધ વિસ્તારોમાં પહોંચી નાના થી નાના કાર્યકર્તાઓ તેમજ ઘરે ઘરે જઈ જનસંપર્ક કરી ભાજપની કામગીરી તેમજ ભારત બહાર પણ ભારત દેશને સમ્માન અપાવેલ તેના વિશે જન જન સુધી પહોંચી લોકોને માહિતગાર કરવામાં આવે છે. આ જનસંપર્ક થકી જનતા પાસે ભાજપના કાર્યકર્તાઓ આગામી લોકસભા માટે પણ જન સમર્થન માંગી રહેલ છે.
આ જનસંપર્ક અભિયાનમાં શહેર ભાજપના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચી જનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની કામગીરી હાથ ધરી છે હાલ કાર્યકર્તાઓને પણ વ્યાપક જનસમર્થન મળતુ હોય તેવુ સમજી શકાય
હાલ, આ વિશેષ જનસંપર્ક અભિયાન ભાજપના દરેક કાર્યકર્તાઓ દ્વારા એક મહીના સુધી વિવિધ કાર્યક્રમો હેઠળ અલગ અલગ ટીમ બનાવી જનસંપર્ક સફળ બનાવવા કામગીરી હાથ ધરાઈ