રાધનપુરના મહેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ વરસાદી પાણી ઉલેચી સ્કૂલે પહોંચે છે
પંદર દિવસ થવા છતાં ગામ માં પાણી ઓસર્યા નથી
આવતીકાલે સ્વચ્છતા માટે પીએમ મોદીની ની અપીલ ને રાધનપુર વહીવટી તંત્ર અહી શ્રમ દાન કરે તોજ સાચી સ્વચ્છતા ની અંજલિ લાગે
પાટણ અલ્કેશ પંડ્યા
રાજ્ય મા પાછોતરા વરસાદ થી અને સમસ્યાઓ ઊભી થઈ છે એક બાજુ ખેડૂતો ના ખેતર ના પાક ને નુકસાન છે બીજી બાજુ રોડ રસ્તા સ્વચ્છતા ગંદકી વધી ગઈ છે પાટણ જિલ્લા ની વાત કરીએ તો પાટણ જિલ્લા માં આખો ઓગષ્ટ તેમજ અડધો સપ્ટેમ્બર સુધી મેઘરાજા નુ આગમન થયું નહતું અને 16સપ્ટેમ્બર ના રોજ જ્યારે મેઘ સવારી આવી પહોંચી ત્યારે જિલ્લા વાસીઓ માટે આફત રૂપ મેઘરાજા બન્યા એક બાજુ ખેતર માં ઉગેલા પાકો પૂર્ણતા ના આરે હતા ત્યારે વરસાદ ના કારણે પાક બગાડી ગયો અને નુકસાન થયું તો બીજી બાજુ રાધનપુર પંથક માં એકજ દિવસ માં 7 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં ચેવાજે પંદર દિવસ વિતવા છતાં પાણી ઓસર્યા નથી
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે વરસાદી પાણી નો નિકાલ નહી થતા ગ્રામજનો અને વાહન ચાલકો મુસ્કેલ સ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે તો અહી આવેલ પ્રાથમિક શાળા માં અભ્યાસ માટે જતા બાળકો, વિદ્યાર્થીઓ, માટે વરસાદી પાણી ભરતા પાણી નો નિકાલ નહી થતા પાણી માં થી રોજ રોજ પસાર થવું પડે છે ગંદા પાણી ના કારણે બાળકો માં ચામડી ના રોગ થતા હોવાની બૂમ ઉઠી છે
આવતીકાલ થી મહાત્મા ગાંધી ને સ્વચ્છતાનજલી આપવા માટેના કાર્યક્રમો નુ મોટા પાયે આયોજન થયું છે ત્યારે ફોટો સેસન ના સોખીન વહીવટ કર્તાઓ નેતાઓ અને કાર્યકરો એ મહેમદાવાદ ગામ ની મુલાકાત લઈ એક કલાક નો શ્રામ દાન આપે તોજ સાચી સ્વચ્છતા ની અંજલિ આપી હોય તેમ લાગે બાકી ફોટા પડાવી સ્વચ્છતા બતાવી એતો પ્રધાનમંત્રી મોદીજીએ 2014 થી સ્વચ્છતા અભિયાન ની ઝુંબેશ શરૂ કરી છતાં મોદીજીના આ અભિયાન ને અધિકારીઓની કામ કરવાની ઉણપ ના કારણે કાર્યક્રમ માત્ર ફોટો સેશન સુધી સીમિત રહે છે