પાટણ અલ્કેશ પંડ્યા
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા લોકો ના ઘર ઘર સુધી પાણી સ્વરૂપે પહોંચી છે અને ગુજરાતમાં પાણીની આંશિક સમસ્યા હળવી થઈ છે. પરંતુ આ નર્મદા ના પાણી એ સરદાર સરોવર નિગમના કેટલાક અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો માટે પણ જીવાદોરી સમાન છે.
કેગના રિપોર્ટ પ્રમાણે રાજ્યની કેનાલોમાં ખુબજ મોટા પાયે ખાયકી થતી હોવાની રજૂઆત વિધાનસભાના મેજ પર રિપોર્ટ સ્વરૂપે મુકાઇ હતી. ત્યારે પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ તો મજબૂત છે. પણ જે પેટા કેનાલો બંધાઈ છે તે પેટા કેનાલો નો નબળી ગુણવત્તા, તેમજ બેદરકારીના કારણે કેનાલો બિસ્માર બની છે.
હાલ રાધનપુર સાંતલપુર પંથકની પેટા કેનાલોમાં પાણી બંધ છે તેના કારણે કેનાલોમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છે આ ઝાડી ઝાંખરા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ નિગમના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ કોન્ટ્રાકટર માટે આ કેનાલો રૂપિયાની ટંકશાળ સાબિત થાય છે. દર વર્ષે કરોડો રૂપિયાના ટેન્ડરો સાફ સફાઈ માટે બહાર પાડવામાં આવે છે.
જે કટકી માટેનું સાધન સાબિત થાય છે હાલ ફરી એક વખત કેનાલો ચર્ચામાં આવી છે અને તેની સાફ સફાઈ માટે ટેન્ડર મંગાવવામાં આવશે. આમ કેનાલો નિગમના અધિકારીઓ માટે આવકનું સાધન સાબિત થાય છે અને કેનાલો કામધેનુ સાબિત થાય છે
નવેમ્બર થી ફેબ્રુઆરી એમ 4 મહિના માટે રવિ શિયાળુ ખેતી માટે પાણી છોડવામાં આવે છે પેટા કેનાલોમાં માર્ચ થી પાણી આપવાનું બંધ કરાય છે ત્યાર બાદ કેનાલો પ્રત્યે નિગમ દુર્લક્ષ રાખે છે તેના કારણે પેટા કેનાલોમાં વણજોઈતી,વનસ્પતિઓ, વેલાઓ, કે પછી ઘાસ ઉગી નીકળે છે તેને લઇ પાણી અવરોધાય છે કેનાલો તૂટે છે અને કેનાલો જર્જરીત તેમજ બિસ્માર બનતી જાય છે કેનાલો માં ઉગી નીકળતા ઝાડી ઝાંખરાના નિકાલ માટે તેમજ કેનાલ ની મરામત માટે લાખો કરોડો ના ટેન્ડર બહાર પાડવા માં આવે છે અને આપણે સૌ જાણીએ તેમ આ કામગીરી માં ઉપર થી નીચે સુધી સૌની ભાગ બટાઇ હોય છે