@partho pandya, patan
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલમાં જૈન દેરાસરમાં પુજારી ની દાનત માં આવી ખોટ 1.13000 ઘરેણાં ની ચોરી કરી.!!!
રાધનપુર માં આવેલ એક જૈન મંદિર માં ખુદ પૂજારી ની દાનત બગડતા તેને માતાજી ની મૂર્તિ પર ના દાગીના ટુકડે ટુકડે ચોરી કર્યા હતા 7 વર્ષ થી માતાજી ની સેવા પૂજા કરતા પૂજારી ને કુબુદ્ધિ સુજી હતી જોકે પૂજારી સિદ્ધ હસ્તગત ચોર નહિ હોવાને કારણે ચોરી કરવા માં કાચા પડ્યા અને આખરે પાપ છાપરે ચઢીને પુકારે તેમ પૂજારી ની ચોરી પકડાઈ ગઈ હતી આ અંગે સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગતો અનુસાર
રાધનપુર ખાતે કડવામતી શેરીમાં શ્વેતાંબર સમાજનું વર્ષો જૂનું જૈન દેરાસર આવેલ છે જેમાં ચકેશ્વરી માતાના મંદિરમાં માતાજીની વર્ષોથી સેવા પૂજા કરતા પૂજારી દ્વારા સોના ચાંદીની દાગીના ની ચોરી થયા ની ઘટના બહાર આવી હતી
અને જૈન દેરાસરના ટ્રસ્ટી મુક્તિ લાલ દલસુખભાઈ વોરા ને આ ચોરી અંગે ની સંકા પૂજારી પર પડતા પૂછપરછ માં પૂજારી ગોવિંદભાઈ મોહનભાઈ પ્રજાપતિ રહે કુંભારવાડા એ તૂતક ત્રૂટક ચોરી કબુલી હતી અને આખરે રાધનપુર પોલીસ મથકે ચોરી ની ફરિયાદ પૂજારી વિરુદ્ધ નોંધવા ની તજવીજ હાથ ધરાઇ હતી છેલ્લા 7 વર્ષથી અહી રાધનપુર ના સ્થાનિક તરીકે રહેતા અને જૈન મંદિર માં સેવા પૂજા નું તેમજ ચકેશ્વરી માતાજીના મંદિરની પૂજા કરતા ગોવિંદભાઈ પૂજારી ની નિયત માં ખોટ આવતા તેમને ચોરી ને અંજામ આપ્યો હતો પુજારીએ શરૂઆત માતાજીના હાથમાં રહેલ સોનાનું ચક્ર અંદાજિત રૂપિયા ૪૦ હજાર ની ચોરી કરી તેની જગ્યાએ લોખંડનું ચક્ર લગાવ્યું હતું. ત્યારબાદ માતાજીના દરવાજે લગાવેલ ચાંદી ની પટ્ટી ઉખાડીને તેની જગ્યાએ લોખંડની પટ્ટી લગાવી હતી.જેની કિંમત આશરે ૩૫ હજાર અને ત્યાં બાદ સિંહાસન ના પાયા પર લગાવેલ ચાંદીનું પતરું જેની કિંમત ₹35,000 અને અન્ય ત્રણ હજાર ની ચાંદી ચોરી એમ કુલ મળી જૈન દેરાસર માંથી કુલ 1.13000 લાખ ના મત્તા ની ચોરી કરી હતી.જે બાબતની જાણ જૈન દેરાસરના ટ્રસ્ટીઓને થતા મામલો રાધનપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને પૂજારી ગોવિંદભાઈ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરાઇ હતી.
શ્યામા પ્રસાદ મુખર્જી : જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8