@નિલેશ મારું
- ઉપલેટા ઉપર આવેલ માઁડાસણ ગામે સોમયજ્ઞ માં પરિવાર દર્શન કરવા ગયેલ દર્શન કરી પરત ફરતી વેરાએ સર્જાયો અકસ્માત
- ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ધોરાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી પરિવાર ને સાંત્વના આપી
પોરબંદર લોકસભા ના ઉમેદવાર લલિત વસોયા એ પોતાનો પ્રવાસ ટૂંકાવી હોસ્પિટલ ખાતે પહોચીયા
રાજકોટ જિલ્લા ના ધોરાજી મા રહેતા દિનેશભાઈ ઠુંમ્મર પોતાના પરિવાર સાથે ઉપલેટા ઉપર આવેલ માંડાસણ ગામે ચાલતો સોમયજ્ઞ મા દર્શન કરવા ગયેલ ત્યારે સવારે પરત ફરતી વેરાએ ધોરાજી ભાદર 2 ડેમ ની નદીમાં કાર ડિવાઈડર તોડી ખાબકતા ચારેય લોકો ના મોત નીપજેલ સ્થાનિક તરવૈયા ની મદદ થી ચારેય મૃતદેહ ને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ ત્યારે દિનેશ ભાઈ ઠુંમ્મર તેમની પત્ની લીલાવતી બેન ઠુંમ્મર પુત્રી હાર્દિકા બેન ઠુંમ્મર તેમજ તેમના સંબંધી સંગીતા બેન કોયાણી નું મોત નીપજેલ ત્યારે ઠુંમ્મર પરિવાર મા એકી સાથે ત્રણ લોકો ના મોત નીપજતા હોસ્પિટલ મા લોકો સોકમય બની ગયેલ ત્યારે હાર્દિકા બેન ઠુંમ્મર કે જેમની હજુ થોડા સમય પહેલા સગાઈ થયેલ અને આવતા મહિને લગ્ન પણ હતા પરંતુ તેમનું મોત નીપજેલ
ધોરાજી મા અકસ્માત મા ચાર ચાર લોકો ના મોત નીપજતા પોરબંદર લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર લલિત વસોયા એ પોતાનો પ્રવાસ ટૂંકાવી હોસ્પિટલ ખાતે પહોંચીયા હતા અને પરિવાર ને સાંત્વના આપી હતી
ધોરાજી અકસ્માત ની જાણ થતા ધોરાજી ના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા પણ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર સાથે રહ્યા હતા અને ડોક્ટર સાથે વાતચીત કરી ને તાત્કાલિક પોસ્ટમાટમ કરવા ડોક્ટર ને જણાવેલ
જેતપુર ડીવીજન અધિક્ષક રોહિત ડોડીયા અકસ્માત ની જાણ થતા ઘટના સ્થળ પહોચીયા હતા અને તપાસ હાથ ઘરેલ ત્યારે જણાવેલ કે આઈ 20 કાંર ઉપલેટા રોડ ઉપર થી પરત ધોરાજી તરફ આવી રહેલ હોઈ ત્યારે ધોરાજી ભાદર 2 નદી માં કાર નું ટાયર ફાટેલ હોઈ અને કાર ડિવાઈડર તોડી ભાદર 2 નદી ના પુલ ઉપર થી નીચે ખાબકેલ કાર મ સવાર ચારેય લોકો ના ડૂબી જવાનાં કારણે મોત નીપજેલ ત્યારે તમામ મૃતદેહ ને ધોરાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામ આવેલ અને કાર કઈ રીતે નદી મ ખાબકી તેમની તપાસ હાલ ચાલુ હોવાનું જણાવેલ
ત્યારે ધોરાજી માં અકસ્માત માં ચાર લોકો ના મોત નીપજતા પરિવાર માં શોક ની લાગણી છવાઈ ગયી હતી