જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધારથી ભૂપગઢ રોડ પર ગત રાત્રીએ ત્રણ બાઈક અને એક છકડો રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ત્રણ ખેતમજૂરો અને બે સ્થાનિકોના મોત થયા છે.
આમ, આ ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. માહિતી મુજબ, તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે. ત્યારે, તહેવારોના દિવસે મૃતકોના પરિવારજનો પર આભુ તૂટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર, અકસ્માત થતા ઘટનાસ્થળે બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ટમાં દાખલ કરાયા હતા. જોકે, રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત અંગે PI એલ.એલ.ચાવડાના જણાવ્યા અનુસાર, અકસ્માતનો બનાવ ત્રણ બાઇક વચ્ચે થયો હોવાની અને બાઇક-બાઇક વચ્ચે અકસ્માત થયા બાદ છકડો રિક્ષા સાથે અથડાયા હોવાની શંકા છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8