- 7.10.23 પાટણ ખાતે તેમનો સન્માન સમારંભ નું આયોજન
- લોકસભા ની ચુંટણી ને લઇ કાર્યક્રમનું આયોજન
- સન્માન સમારંભ ની મિટિંગ માં ગોપાલક સમાજ ના કેટલાક આગેવાનો માં આંશિક નારાજગી
પાટણ અલ્કેશ પંડ્યા
ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત ના રાજ્ય સભા ના સાંસદ તરીકે જુલાઈ 23 માં ગુજરાત માંથી બે સાંસદ બિન હરીફ ચૂંટાયા હતા તેમાં માલધારી સમાજ ને પ્રતિંનીધિત્વ ના ભાગ રૂપે કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને દ્વારકાધીશના ભકત એવા બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ ની પસદંગી થઈ હતી તેમની પસંદગી પાછળ રાજકીય રીતે માલધારી સમાજ ગુજરાત વિધાન સભા ની ચુંટણી માં પ્રતિનિધિત્વ નહી મળતા સમાજ ને રાજી રાખવા તેમની સાંસદ તરીકે પસંદગી થઈ હવે તેમની પસંદગીને લોકસભા ની ચુંટણી માં માલધારી સમાજ ના મત અંકે કરવાના છે
પાટણ લોકસભા મત વિસ્તાર માં સાત વિધાનસભા બેઠક આવે છે અને સાત માંથી ચાર બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે ત્રણ બેઠક ભાજપ પાસે છે એટલે પાટણ લોકસભા ની બેઠક માટે કોંગ્રેસ નું પલ્લું ભારે છે એટલે આ બેઠક અંકે કરવા બાબુભાઇ દેસાઈ નો સન્માન સમારંભ થી પાટણ બેઠક પર ભાજપ શક્તિ પ્રદર્શન કરવા માંગે છે
આજની એ પી એમ સી માં મળેલ મિટિંગ ના ચમકારા
આ સન્માન સમારંભ પહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માં 7ઓક્ટોમ્બર ના રોજ યોજાવા નો હતો ત્યારે માલધારી સમાજ નું આયોજન હતું
પરંતુ આ સમારંભ ને હવે રાજકીય બનાવવાના હેતુ સર પાટણ ભાજપ સંગઠન તેમજ ગુજરાત ભાજપ સંગઠન એ સહયોગ કર્યો છે અને સી એમ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને નિમંત્રણ આપ્યું છે એટલે પાટણ ભાજપ માટે ભીડ ભેગી કરવા આકાશ પાતાળ એક કરવાનો વખત આવ્યો છે
મિટિંગ દરમ્યાન પાટણ ભાજપ માળખા ના તમામ આગેવાનો શકતી કેન્દ્રો પેજ પ્રમુખ બધાજ ને સંખ્યા લાવવા નાણાં કોથળી ખુલ્લી મૂકી છે
આજની આ બેઠક માં એ પી એમ સી ના સ્નેહલ પટેલ ની માર્મિક ટકોર મુદ્દો બન્યો હતો
તો માલધારી સમાજ ના કેટલાક વડીલ આગેવાનો એ આંશિક નારાજગી બહાર આવતા તેઓને સમજાવવા માં આવ્યા હતા કે જાહેરમાં કોઈ ચર્ચા નથી કરવી
આ સન્માન સમારંભમાં 20થી 25 હજાર ની જનમેદની ભેગી કરવા આદેશ છૂટયા છે
આજની બેઠક માં માલધારી સમાજના આગેવાન શંભુભાઈના મોબાઈલ ફોન પર એક આગેવાન નો મેસેજ એ ખૂબ ચર્ચા જગાવી જેમાં મેસેજ એવો હતો કે તમે આગેવાનો કાર્યકરો પાસે ભીડ ભેગી કરવા દબાણ કરો છો તો આજે જે સ્ટેજ પર બેઠેલ નેતાઓ બહાર નીકળશે કે કેમ આ મેસેજ એ હોલ માં તાળીઓ પડાવી હતી અને ચર્ચા એ ચાલી કે કોઈક એ પાટણ ના આ નેતાઓ સામે બોલવાની હિંમત દેખાડી
હાલ જે સ્થળ નક્કી થયું છે તે પ્રગતિ મેદાન રાખ્યું છે
લોકસભા ની ચુંટણી ટાણું હોય અઢારે વર્ણ ને આકર્ષવા પ્રયાસ કરાયો છે બાબુભાઇ દેસાઈ માત્ર એક રાજકીય મહોરું બનશે તો નવાઈ નહી
અગાઉ પણ રાજ્ય સભા માં એસસી, એસટી, બક્ષી પંચ તેમજ જ્ઞાતિ આધારિત ઉમેદવારો હતા પણ તે વખતે આટલું બધુ તેમજ પ્રજા પર પ્રેમ ક્યારેય ઉભરાયો નહતો !!!
તાજેતર માં બરોડા ખાતે લોકસભા બેઠક અંતર્ગત ગુજરાત પ્રભારી રત્નાકર જી ની હાજરી માં પાટણ બેઠક ની ખુબજ ચિંતા કરવામાં આવી હતી અને પાટણ ના અગ્ર હરોળ ના નેતાઓને ઠપકો પણ વિધાનસભા ની ચુંટણી ને લઈ મળ્યો હતો
એટલે આગેવાનો માટે પણ આ સમારંભ ઉપર નોંધ લેવાય તે માટે ગોઠવાયો છે
આ સન્માન સમારંભ માં ભૂઆવો, સાધુ સંતો, સમાજ ના આગેવાનો ને ગમે તેમ કરી મનાવી લાવી સ્ટેજ પર બેસાડો એવો શુર હતો
સ્ટેજ ઉપર પણ ભીડ ભેગી કરવાની ગણતરી રાખવા માં આવી છે
આજથી હવે જિલ્લામાં ગામડે ગામડે બેઠકો, ખાટલા બેઠકો, ગામના આગેવાનો સાથે બેઠકો કરી સંખ્યા નક્કી કરવા દબાણ
ગુજરાતમાં ફરી વરસાદ જામશે? આવી નવી તારીખ
પાલનપુરમાં ચોરીનો આરોપ મૂકી અનુસૂચિત યુવકને પગ બાંધી ઢોર માર માર્યો
રાધનપુરના મહેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ વરસાદી પાણી ઉલેચી સ્કૂલે પહોંચે છે
હિંમતનગરમાં 21 વર્ષીય આશાસ્પદ યુવાનનું મૃત્યુ