ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)ની ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે વરણી કરી છે.
કોંગ્રેસના ગુજરાત એકમના નવા પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે જ ગુજરાતના રાજકીય વર્તુળમાં એક મોટું વાવાઝોડું આવ્યું છે. લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે મોટો દાવ રમી લીધો છે અને શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવી દીધા છે. દિલ્હી હાઈકમાન્ડ તરફથી શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમવાર બોલ્ડ નિર્ણય લીધો છે, શક્તિસિંહ માટે લોકસભાની ચૂંટણી એ સૌથી મોટી પરીક્ષા છે પણ આ પરીક્ષા પાસ કરી તો કોંગ્રેસ માટે નવો સૂરજ ઉગશે. ભાજપ માટે પણ આ નામ ઝટકા સમાન છે. શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ બની રહેશે.
ગુજરાતમાં કારમી હાર બાદ કોગ્રેસ મોટા ફેરફારો કરવાના મૂડમાં હતી. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેંચાઈ એવા આક્ષેપો બાદ ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવાયા હતા. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બાદ હવે ગુજરાતના નવા પ્રભારીની પણ જાહેરાત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓ દિલ્હી બોલવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નવા અધ્યક્ષની જાહેરાત કરાઈ છે.
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ