શ્રી રામ લલ્લાના અભિષેક અને સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુબેર ટીલા ગયા હતા અને ભગવાન શિવના મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા છે, અહીં એક પ્રાચીન શિવ મંદિર છે.
આ મંદિરની દિવાલો લગભગ પાંચ ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી હતી. રામ મંદિરના નિર્માણની સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. કહેવાય છે કે ધનના દેવતા કુબેરજી અહીં પધાર્યા હતા. કુબેર ટીલા રોડ પર જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
શાસ્ત્રો અનુસાર આ ટેકરાનું અસ્તિત્વ ભગવાન રામના જન્મ પહેલા પણ હતું. તે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કુબેરે આ સ્થાન પર ભગવાન શિવની પૂજા કરી હતી.
To join our whatsaap group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
એન્ટિલિયામાં ‘જય શ્રી રામ’… મુકેશ અંબાણીના ઘર બની ગયું રામ ભર્યું, રામ ભક્તિની અદભૂત ઝલક જોવા મળી
અમેરિકાના રસ્તાઓ પર જય શ્રી રામના નારા, હિન્દુ સમુદાયે ટાઈમ્સ સ્ક્વેર પર લાડુનું કર્યું વિતરણ