મોહસીન દાલ, ગોધરા
રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. આવતીકાલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે ગોધરા એસ.ટી. નિગમ દ્વારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સમાવેશ થતાં સાત ડેપો ખાતે એક્સ્ટ્રા ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક ડેપો દીઠ દસ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ જવા નિકળતા હોય છે. આ દરમિયાન એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી.આર.ડીંડોર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.ત્યારે આ વખતે ૭૦ બસોની મદદથી ગોધરા વિભાગના સાત ડેપોમાં સંચાલન કરવામાં આવશે.જેમાં દરેક ડેપો ખાતે ડેપો મેનેજર સહિત અધિકારી, કર્મચારીઓને સ્ટેન્ડ બાય ગોઠવી દેવામાં આવ્યા છે. જેને લઈને આવનાર મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ના પડે તે માટે ગોધરા વિભાગના વિભાગીય નિયામક દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.
મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહૌલ હોય છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના – મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ.ટી. બસનો ઉપયોગ કરતા હોય છે.
રક્ષાબંધન/ બસ સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળતાં ડિવિઝન દ્વારા વધારાની ૭૦ બસોની વ્યવસ્થા કરાઈ
Related Posts
Add A Comment