રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આરબીઆઈએ જણાવ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો કાનૂની ચલણમાં રહેશે. એટલે કે, જેની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટો છે તેઓએ તેને બેંકમાંથી બદલી આપવી પડશે.
RBIએ કહ્યું કે 23 મેથી તમે એક સમયે માત્ર 2,000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ બદલી અથવા જમા કરાવી શકશો. આ માટે બેંકોએ ખાસ વિન્ડો ખોલવી પડશે. આ સિવાય આરબીઆઈની નોટો બદલવા અને જમા કરાવવા માટે 19 શાખાઓ ખોલવામાં આવશે. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.
2000 હજારની નોટો ક્યારે લાવવામાં આવી
નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવા અને નકલી નોટો છાપવા પર અંકુશ લગાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેના પર વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય વિચાર્યા વગર લીધો છે.