જહાંગીપુરા વિસ્તારમાં 39 વર્ષના પાંચ સંતાનોના નરાધમ પિતાએ પડોશીની 13 વર્ષથી દીકરીને હવસનો શિકાર બનાવી હતી. એક વર્ષથી મોબાઇલમાં અશ્લીલ વિડીયો બતાવી ધોરણ આઠની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો હતો. બે માસનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના ઉજાગર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટનામાં પોલીસે નરાધમ આલમગીરી વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરી હતી.
સુરતના જહાંગીરપુરા વિસ્તારના પાલિકાના આવાસમાં રહેતો પઠાણ આલમગીર મિયા શાકભાજીની લારી ચલાવે છે અને મૂળ બિહારનો વતની છે. તેને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. આલમગીરે ઘર નજીક રહેતી 13 વર્ષની સગીરા પર દાનત બગાડી હતી. સગીરા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. તેને ઘરની બહાર બાળકો સાથે રમવા જતી હતી, ત્યારે આલમગીરે અન્ય છોકરી થકી આંધળો પાટો રમત રમવાના બહાને સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અહીં આંખે પટ્ટી બાંધી શગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. ત્યારબાદ મોબાઇલમાં ગેમ બતાવ્યા બાદ અશ્લીલ ક્લિપ બતાવતો હતો. આ રીતે હવસખોર આલમગીર સગીરા સાથે બદકામ કરતો હતો.
દરમિયાન આ સગીરાને પેટમાં દુખાવો પડ્યો હતો. જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે તબીબની તપાસ દરમિયાન આ સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. સગીરાયે પોતાની સાથે થયેલ તમામ હરકતો અંગે તેના માતા પિતાને જાણકારી હતી. પુત્રીની વાત સાંભળી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી.
તા પિતાએ આ અંગે તાત્કાલિક ધોરણે જહાંગીરપુરા પોલીસ મથકમાં હવસખોર એવા આલમગીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ હવસખોર એવા આલમગીરની ધરપકડ કરી હતી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગેંગવોર ફરી સક્રિય થયાના અણસાર, રૂપિયાની લેતી દેતીમાં ગેંગના લોકોએ યુવકની મધરાતે કરી હત્યા