ગુજરાતની વિવિધ લોકસભા બેઠકો પર ગુજરાત ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારી જાહેર કર્યા બાદ ઘણી બેઠકો પર આંતરીક અસંતોષ અને જૂથવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત રહ્યો છે.
ભીખાજીના સમર્થકોએ ચક્કા જમણો કાર્યક્રમ યોજ્યો હતો. અને શામળાજી- ઇડર સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ભીખાજીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ભીખાજી ઠાકોરની ‘ના’ સામે કાર્યકરોની ‘હા’ જેવા નારા લગાવ્યા હતા. ભાજપ કાર્યકરોની મોટી ચીમકી ઉચ્ચારી હતી, દેવાની ચીમકી આપવામાં આવી હતી. આયાતી ઉમેદવાર સામે કાર્યકરોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તો વધુમાં હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડી ખાતે ભાજપની બેઠકમાં ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓએ વિરોધ શરૂ કર્યો હતો. બેઠકમાં ન જવા દેતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો..ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા પડવાની શક્યતા સુત્રો દર્શાવી રહ્યા છે.