યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 16 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. 4-5 દિવસ યુદ્ધ ચાલશે તેવી પુતિનની આશા ઠગારી નીવડી છે. અને યુક્રેન નાનો પણ રાઈનો દાણો સાબિત થયું છે. રશિયા સાથે લાડવા માટે પુતિન દ્વારા ખાનગી સૈન્ય દળોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ ખાનગી સૈન્ય દળ વેગનર દ્વારા રશિયા સામે બળવો કરી રોસ્ટોવ શહેર ઉપર શનિવારે કબ્જો કઈ લેવામાં આવ્યો હતો. જો કે બેલારુષ દ્વારા દખલઅંદાજી કરી આ બળવો શાંત પાડવામાં આવ્યો હતો. અને વેગનર ગ્રુપના સૈનિકો મોસ્કોની ગલીઓમાંથી બહાર નીકળી ગયા હતા.
રશિયાના શહેર રોસ્ટોવમાં શનિવારે આખો દિવસ આ નાટક ચાલ્યું. ખાનગી આર્મ વેગનરના લડવૈયાઓએ આર્મી હેડક્વાર્ટર પર કબજો કર્યો. પરંતુ સાંજ સુધીમાં, વેગનરના વડા, યેવજેની પ્રિગોઝિને પીછેહઠની જાહેરાત કરી. તેણે કહ્યું કે હવે તેના લડવૈયા મોસ્કો તરફ નહીં જાય. ક્રેમલિને એમ પણ કહ્યું હતું કે પ્રિગોઝિન અને તેના લડવૈયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. પ્રિગોઝિને પહેલા તેના માણસોને મોસ્કો તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો, પરંતુ પછી અચાનક તેમને પાછા વાળવાનો આદેશ આપ્યો હતો. પ્રિગોઝિન હવે બેલારુસ જશે. બે દાયકાથી વધુના કાર્યકાળમાં પુતિન સામે આ સૌથી મોટો પડકાર હતો, જેણે પુતિનની નબળાઈઓ પણ સામે લાવી દીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પુતિને તેમનો મોટાભાગનો કાર્યકાળ એકાંતમાં વિતાવ્યો છે. તે ઘણીવાર મોસ્કોથી કાળા સમુદ્રના કિનારે આવેલા મહેલમાં રોકાય છે. નિષ્ણાતોના મતે, પુતિન ઘણીવાર રશિયાના લોકો, નોકરશાહી અને સુરક્ષા સેવાઓથી દૂર રહે છે, જો કે તેનો કંટ્રોલ તેમના હાથમાં જ હોય છે. શનિવારે પુતિને સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગે લોકોને સંબોધિત કર્યા હતા. એક પેઢી પહેલા સત્તા સંભાળી ત્યારથી પુતિન તેમના આ સંબોધનમાં નબળા અને લાચાર જોવા મળ્યા હતા. અગાઉ ક્યારે આ તલ લાચાર લાગ્યા ના હતા. દોઢ વર્ષ પહેલાં યુક્રેનની રાજધાની કિવ પર કબજો જમાવવાનું વિચારી રહેલા પુતિન હવે મોસ્કોને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા.
પ્રિગોઝિને પીછેહઠ કરી હોવા છતાં, પુતિન અને બાકીના રશિયન નેતૃત્વ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ક્રેમલિન સત્તામાં સૌથી વધુ જાણીતા પત્રકારો અને વિવેચક એવા મિખાઇલ ગીગરે ધ ન્યૂ યોર્કર સાથેની લાંબી વાતચીતમાં પુતિન વિશે ઘણી ટિપ્પણીઓ કરી હતી. ગીગર ટીવી રેઈનના એડિટર રહી તરીકે સેવા બજાવી ચુક્યા છે. જો કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિને આ ચેનલ બંધ કરાવી દીધી હતી. તેમનું 2016નું પુસ્તક, ‘ઓલ ધ ક્રેમલિન મેન્સ’ રશિયામાં બેસ્ટ સેલર હતું. આ પુસ્તકમાં, તેમણે પુતિનના શાસન અને તેમના શાસક નજીકના લોકો વિશે વિગતવાર લખ્યું છે. 42 વર્ષીય ગીગર હાલમાં યુરોપમાં રહે છે.
ગીગરના મતે, શનિવારના બળવાનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે દરેકને ખબર પડી ગઈ છે કે પુતિન નબળા છે. ગીગરે તો ત્યાં સુહી કહ્યું કે, ‘મને લાગે છે કે તે હવે ખરેખર દેશ નથી ચલાવી રહ્યો. ચોક્કસપણે તેનું શાસન તે પ્રકારનું ન હતું જેના માટે તે પ્રખ્યાત હતા. તે હજી પણ રાષ્ટ્રપતિ છે પરંતુ સરકાર, સૈન્ય અને સૌથી અગત્યનું, સુરક્ષા સેવાઓ હવે સમજી રહી છે કે રશિયાએ પુતિન પછીની તૈયારી કરવી જોઈએ. ગીગરના મતે પુતિન હજુ જીવિત છે. તે હજુ પણ તેના બંકરમાં છે. પરંતુ હવે એવી લાગણી વધી રહી છે કે તે નબળા છે અને પુતિન પછી રશિયા કેવું હશે તે વિચારવાનો સમય આવી ગયો છે.
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લીક કરો : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
National Highway ટોલ બુથ પર મળેલી રસીદ ખૂબ જ ઉપયોગી છે, આ તમામ સુવિધાઓ મફતમાં મળશે
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે અંકિત દિવસ એટલે ‘ઇમરજન્સી’
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?
આકાશમાં વાદળો કેવી રીતે બનાવે છે વિચિત્ર આકાર, જાણો તેની પાછળનું વિજ્ઞાન