હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
બાળકો સહિત પિતા ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં ખાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોને જાણ થતાં તાબડતોડ ધ્રાંગી પરિવારના 4 સભ્યોને લાંબડીયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાહીલ ધ્રાંગીની તબિયત વધુ લથડતાં તેને ખેડબ્રહ્મા રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સાવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે બાળકો અને સહિત પિતાને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પોશીના મામલતદાર પણ પહોંચ્યા હતા.
પોશી તાલુકાના ગણવાની ચકચારી ઘટનામાં પિતાએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ તો કર્યો હતો, પરંતુ નિષ્ઠુર પિતાએ બાળકોને વધુ માત્રામાં દવા પીવડાવી હતી. જેના કારણે એક બાળકનું મોત નિપજ્યું હતું.
પોશી તાલુકાના ગણવા ગામે પિતાએ ત્રણ બાળકો સહિત ઝેરી દવા ગટગટાનવી હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ પત્ની રીસાઈને પિયર ચાલી જતાં પિતાએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે