@વિમલ પટેલ ગાંભોઈ
સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ , દીપડો, ઝરખ, શિયાળ, જંગલીભુંડ, જંગલી બીલાડી, સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. નોંધનીય છે કે વન વિભાગના સુત્રો દ્રારા મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. તો ગત સાલે રીંછની ગણતરી હાથ ધરવામાં આવી હતી જે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૭૧૪ અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા. એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨3 માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે. ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી તે પ્રમાણે વન્ય પ્રાણીઓનો સંખ્યામાં વધારો થાય તેમ છે. અને જેને લઈ મોડી રાતથી વહેલી સવાર સુધી ગણતરી હાથ ધરાય છે.
2023 માં થયેલ ગણતરી ના આંકડા
જંગલી ભુંડ- ૩૩૬
નીલ ગાય-૮૮
જંગલી બિલાડી- ૬૩
લોકડી-૫૮
રીંછ- ૩૦
દિપડા- ૨૬
ઝરખ- ૨૯
શિયાળ- ૨૯
ચોશીંગા-૩૧
શાહુડી- ૮
વણીયાર-૫
વરુ-૧
ઉડતી ખિસકોલી -૧
સહિત કુલ-૭૧૪ જેટલા પ્રાણીઓ
આમ તો છેલ્લા કેટલાય સમયથી ઈડર વડાલી સહિત હિમતનગર ના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાએ અનેકવાર દેખા દિધી છે તો છેલ્લા ૧૫ દિવસમાં ૩ થી વધુ જગ્યાએ પશુઓના મારણ પણ કરેલ છે. એક તરફ જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે તો બીજી તરફ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં ૧૨૩ થી વધુ પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જીલ્લાના ૧૨૩ થી વધુ પોઈન્ટની ફાળવણી કરવામાં આવી હતી અને તેમાં કર્મચારીઓ દ્રારા ગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં ૧૨૩ ફોરેસ્ટ અધિકારીઓ સહીત કર્મચારીઓ અને ૧૨૦ થી વધુ રોજમદારો ધ્વારા અલગ અલગ પોઈન્ટ પર તારીખ ૫ મે રાતથી ૬ મે વહેલી સવારે પ્રાથમિક ગણતરી ૬મે રાત થી ૭મે સવાર સુધી અને ૮મી મે તુણાલી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. આમ તો આ ગણતરી માટે જ્યા માંસાહારી પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે તેવા પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી. બાદમાં અલગ અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. પરંતુ આ વખતે તમામ પ્રકારના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે અને બાદમાં તમામ આંકડો મોકલવામાં આવશે
એક તરફ જંગલ વિસ્તાર ને અડીને ખેતીલાયક ખેતરો પણ આવેલા છે બીજી તરફ ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે ત્યારે એક ડર નો વધારો પણ થયો છે અગાઉ અનેક વાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા અને રીંછે દેખા દીધેલ છે. ત્યારથી પંથકમાં એક ડર સતાવી રહ્યો હતો અને બાદમાં હજુ સંખ્યામાં વધારો થાય તેમ છે સાથે સ્થાનિકોના ડરમાં એટલો જ વધારો થાય તેમ છે.